અમદાવાદ શહેરમાં એક ધારાસભ્ય અત્યારે ચર્ચામાં છે. પોતાના જન્મદિસના દિવસે જ ઈદના ચાંદની જેમ પ્રગટ થયા હતા. જન્મ દિવસે તેમના સમર્થકોએ તેમને ગોળથી તોલ્યા હતા. સમર્થકોમાં વાહવાહ લૂંટતાં ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં લોકો સામે જોતા પણ નથી. તેમના પ્રશ્નો સાંભળવાની પણ તસ્તી લેતા નથી. પણ અહીં પ્રશ્ન એ છે કે લોકોના કામ કેવી રીતે થાય જ્યાં સત્તાધારીની કમાન જ તેમના પતિના હાથમાં હોય?
વાત જાણે એમ છે કે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે આ ધારાસભ્યના પતિ જ વિસ્તારનો વહિવટ કરતા છે. MLAના પતિ જ જાણે જનતાએ તેમને ચૂંટ્યા એવો રૌફ જમાવે છે. આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય ઉપર વિશ્વાસ કરીને પોતાનો કિંમતી મત આપ્યો છે. પરંતુ ધારાસભ્યની જગ્યાએ તેમના પતિ વહિવટકર્તા બની બેઠા છે.
આનું પરિણામ એ આવ્યું છે કે પોતાના વિસ્તારમાં વિકાસના નામે મીંડું જ દેખાઈ રહ્યું છે. એક તરફ જનતા પ્રાથમિક સુવિધાઓ ન મળતા પરેશાન છે તો બીજી તરફ ધારાસભ્યને મળતી ગ્રાન્ટ ત્રણ વર્ષથી વણવાપરી સરકારમાં પાછી જમા થતી હોવાની ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી છે.
આ વિસ્તારના લોકો સરકારી યોજનાઓ મળે એની આશા રાખે છે પરંતુ આનો ‘લાભ’તો બીજે જ જઈ રહ્યો છે. એવું પણ પણ ચર્ચા ચાલી રહી છે કે. આ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાંથી ધારાસભ્યના પતિ પાસે ‘વહિવટ’ પહોંચે છે. અને પોતાનો વિકાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ધારાસભ્યનો જન્મ દિવસ હતો ત્યારે સમર્થકોએ તેમને ગોળથી તોલ્યા હતા. ધારાસભ્ય પોતાના લાભની વાત આવે ત્યારે પહેલા આવી જાય છે પરંતુ લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમને સમય નથી એવું લોકો માની રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું પોતાના વિસ્તારમાં વિકાસ થશે કે નહીં? વિકાસ માટે જનતાને કેટલી રાહ જોવી પડશે?
Just joined last week and I am already loving the vibe here. The bonuses for new players are actually helpful. Definitely visit inyolo47 for some good fun.