અમદાવાદઃ વહીવટદારની કુંડળીમાં કોનો દોષ? વહીવટ કરતા પહેલા જ PCB એ કરી રેડ

અમદાવાદ શહેરમાં પોલીસ લોકોની સુરક્ષા અને સેવા માટે છે તો બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ એવા પણ છે જેમને મલાઈદાર કામોમાં જ રસ છે. ત્યારે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને વહીવટદાર ના ફળ્યો કે વહીવટદારને પોલીસ સ્ટેશન ના ફળ્યું?

વાત જાણે એમ છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી એક પોલીસ સ્ટેશનમાં વહીવટની રકમ માટે વહીવટદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. પણ થોડા દિવસો પહેલા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા બીજા વહીવટદાર જે એક પોલીસ સ્ટેશનમાં તો વહીવટ કરે છે અને પોલીસસ્ટેશનમાં વિસ્તારમાંથી મોટો વહીવટ ઉઘરાવી આપે છે.તે પોલીસ સ્ટેશનને તો વહીવટદાર ફળ્યા.

વહીવટદાર વહીવટ લેતા જ PCBની રેડ પડી

પરંતુ બીજા પોલીસ સ્ટેશનો વહીવટ લેતાજ અમદાવાદ પોલીસ કમિશ્નર સાહેબના સ્કોડ એટલે કે PCB એ રેડ કરી અને મોટું જુગરધામ પકડ્યું હતું. આ જુગારધામનો વહીવટ હજુ તો નક્કી જ થયો અને રેડ થઈ. આતો જયુભાઈ માટે તો આ પોલીસ સ્ટેશન ફળ્યું જ નહીં એમ ચર્ચા ચાલી રહી છે.

જયુ ભાઈ તો એક વિસ્તાર માં મસ મોટો વહીવટ કરે છે અને આમ તો તેઓને પોલીસ ઇન્સ્પેકટર દ્વારા રકમ નક્કી કરી અને હજુ તો શ્રીફળ વધારવાનું જ હતું ત્યાં તો PCB નામનું વિઘ્ન આવ્યું. બોલો આતો હવે કુંડળીમાં કોને દોષ નડે છે તે જોવું રહ્યું. વધુ વાંચો અમારા પોલ ખોલ ગુજરાતીની આવતી વેબ સ્ટોરી પર.

રિપોર્ટ
દેવાંગ આચાર્ય
9723517812

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!