ફાયનાન્સ ઓફિસની આડમાં સટ્ટાનુ નેટવર્ક: જામનગરમાંથી ક્રિકેટ સટ્ટાનુ મોટું નેટવર્ક ઝડપાયું

જામનગર: જામનગરમાંથી ક્રિકેટ સટ્ટાનુ મોટું નેટવર્ક ઝડપાયું છે. જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફાઈનાન્સરની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયું છે. ક્રિકેટની મોબાઈલ ફોનની આઈડી પર હાર જીતનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સ પકડાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.70 લાખની માલમતા કબજે કરી છે. બીજી તરફ તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કર્યો છે.

જામનગરના DYSP જયવીરસિંહ ઝાલાની સૂચનાથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા આશાપુરા કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાઇનાન્સ નામની ઓફિસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના આધારે ગઈકાલે સાંજે દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડા દરમિયાન 3 શખ્સો જુદા જુદા મોબાઈલ ફોનની ક્રિકેટની આઇ.ડી. પર બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હારજીત કરી રહેલા મળી આવ્યા હતા. તેથી પોલીસે ફાઈનાન્સ ઓફિસના સંચાલક ચિરાગ સુરેશ આહીર, ઉપરાંત રવિ નવીન ગોરી અને સિકંદર ઈસ્માઈલ દલવાણીની અટકાયત કરી લીધી છે.

દરોડા દરમિયાન 4 નંગ કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા 20 હજારની રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.70 લાખની માલમતા કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!