સોશિયલ મીડિયાનો દુરુપયોગ: સુરતમાં ધોરણ-10ની વિદ્યાર્થીનીએ યુટ્યુબ પર જોઈ ગર્ભપાત કર્યો

સુરત: સુરતમાં વર્તમાન સમાજ સામે સવાલ ઉઠાવતો અને હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ જાતે જ ઘરમાં ગર્ભપાત કર્યો હતો. આ સગીરાએ યુટ્યુબ પરથી જોઈને જાતે ગર્ભપાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. 16 વર્ષની સગીરાને 16 વર્ષના જ સોશિયલ મીડિયાના મિત્રએ ગર્ભવતી કરી હતી. ત્યારબાદ આ સગીરાએ બાળકને જન્મ આપતાની સાથે જ ત્યજી દીધું હતું. 9 તારીખે પાંડેસરામાંથી મળેલી નવજાત બાળકીના વાલીની તપાસ પોલીસે શરૂ કરતા આ આખો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસ તપાસ માટે ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો.

માસુમોની જિંદગી છીનવાઈ રહી

મોબાઈલના જેટલા ફાયદા એટલા જ નુકસાન છે. મોબાઈલને કારણે માસુમોની જિંદગી છીનવાઈ રહી છે. ત્યારે સુરતનો આ કિસ્સો તમને હચમચાવી દેશે. એક 16 વર્ષની સગીરા આવું કરી શકે તે માનવામાં ન આવે તેવી ઘટના છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ અપેક્ષા નગરમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. રમી રહેલા બાળકોને ખાડી પાસે જ આવેલ કચરાના ઢગલામાં એક બાળકી દેખાઈ આવી હતી. બાળકને તાત્કાલિક નજીકમાં રહેતા લોકોને જાણ કરી હતી. જાણ થવાની સાથે જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. બાળકીને તપાસ કરતાં તેનો શ્વાસ ચાલી રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 ને જાણ કરી બોલાવી હતી. 108 ના કર્મચારીઓ બાળકીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.જ્યાં બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યું હતું.

યુટ્યુબ પર ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી

ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, છ મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ ઉપર 19 વર્ષીય ઠોકરા સાથે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. પાંડેસરાના પંચમુખી હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા અને કાપડાના કારખાનામાં નોકરી કરતો છોકરો સગીરાને તેના ઘરે લઈ જઈ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોતાને ગર્ભ રહ્યો હોવાથી વિદ્યાર્થીનીએ ગર્ભપાત કરવાનું નક્કી કરી લીધું હતું. જેથી તેણે યુટ્યુબ જોવાનું શરુ કર્યું હતું અને તેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!