- હજુ ઉત્તરાયણને દોઢ મહિનો બાકી, ત્યાં તો ચાઇનીઝ દોરીથી ગળા કપાવાના શરૂ
ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં લોકો ચાઈનીઝ દોરી વેચતાં અને ખરીદતા હોય છે. ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના તહેવાર પહેલા જ સુરતમાં એક યુવકનું ગળુ કપાયું છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવમાં આવ્યો છે. જેમાં યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે
સુરતમાં કાતિલ પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. યુવક ગલેમંડી પાસે બાઈક પર જતો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરીથી તેનું ગળુ કપાયું હતું. આથી તે લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જો કે, આજુબાજુમાંથી લોકો દોડી આવી તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેને 20 ટાંકા લઈ સર્જરી કરવામાં આવી હતી. કતારગામનો યુવક દુકાન બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન આ બનાવ બન્યો હતો.
ઉત્તરાયણ પર્વને પણ હવે માંડ આડે 15 દિવસ બાકી રહ્યાં છે ત્યારે પતંગના રસિયાઓ અત્યારથી પતંગ ચગાવી રહ્યાં છે, પતંગ ચગાવે તેનો પણ વાંધો નહીં પરંતુ તેના કારણે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાય છે અને ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના મોત થયા છે, જે વેપારીઓ આવી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેની સામે પોલીસ હજી પણ કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.