તમિલનાડુથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુના એક મંદિરની દાનપેટીમાં ભૂલથી એક યુવકનો આઈફોન દાનપેટીમાં પડી જાય છે. ત્યારબાદ યુવકે તરત જ યુવકે મંદિર ટ્રસ્ટને પોતાનો ફોન પરત પાછો આપવા માટે કહ્યું ત્યારે તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ વિભાગે તેમની વિનંતીને નમ્રતાથી એમ કહીને નકારી કાઢી કે તે હવે મંદિરની સંપત્તિ બની ગઈ છે. હવે યુવકે મંદિરના ટ્રસ્ટ પર પોતાનો મોબાઈલ ફોન પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે.
યુવક દિનેશે આ ઘટના અંગે જણાવ્યું કે, મંદિરની દાનપેટીમાં ભૂલથી મારો આઈફોન પડી ગયો હતો. જ્યારે મેં મંદિર ટ્રસ્ટ પાસે પોતાનો ફોન પરત માંગ્યો ત્યારે, તેમણે દાનપેટીના કોઈપણ સામાનને ભગવાનની સંપત્તિ ગણાવી હતી. મંદિર ટ્રસ્ટે જ્યારે શુક્રવારે દાનપેટી ખોલી ત્યારે તેમાંથી આઈફોન મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે, ફોન દાન પેટીમાં મળી આવ્યો હતો અને તેઓ માત્ર ડેટા પાછા લેવા માટે મુક્ત હતા. જો કે, દિનેશ આ સ્વીકારવાનો ઇનકાર કરે છે અને તેનો ફોન તેને પાછો આપવાનો આગ્રહ રાખે છે.
ત્યારબાદ જ્યારે આ મુદ્દો શનિવારે માનવ સંસાધન અને સીઈ મંત્રી પીકે શેખર બાબુના ધ્યાનમાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે દાનપેટીમાં જે પણ જમા થાય પછી ભલે તે મનસ્વી કૃત્ય હોય તે ભગવાનના ખાતામાં જાય છે. મંદિરોના રિવાજો અને પરંપરાઓ પ્રમાણે દાનપેટીમાં જે પણ પ્રસાદ આપવામાં આવે છે તે સીધા તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. નિયમો વહીવટીતંત્રને ભક્તોને દાન પરત કરવાની મંજૂરી નથી આપતા.