ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે આપાર કાર્ડ મહત્વનું બની ગયું છે ત્યારે આરાપ કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં નામમાં સુધારા વધારા કરાવવા માટે જન્મના દાખલો જરૂરી છે. ત્યારે જન્મના દાખલામાં સુધારો કરવા માટે અમદાવાદમાં માત્ર એક સેન્ટર આપવામાં આવ્યું છે અને આ સેન્ટરમાં પણ જાણે તંત્ર ગોકળગાયની ગતિએ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ ઓફિસમાં ફોર્મ આપવાનું બંધ કર્યું છે. જ્યારે ઓફિસની બહાર આવેલી દુકાનોમાં આ ફોર્મ મળી રહ્યા છે. અને દુકાનદારો લોકો પાસેથી ફોર્મના 20 રૂપિયા લઈને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અહીં પ્રશ્ન એ થાય કે મફતમાં મળતા ફોર્મ કેમ બંધ કરવામાં આવ્યા અને બહારના દુકાનદારો ફોર્મ કેવી રીતે વહેંચી શકે અને એ પણ એક ફોર્મના 20-20 રૂપિયા લઈને ઉઘાડી લૂંટ કેમ ચલાવી રહ્યા છે. આ બધુ કોની મીલીભગતથી થઈ રહ્યું છે?
અમદાવાદના એસટી બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્ય ભવનમાં નોંધણીનું સેન્ટર આવેલું જ્યાં વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી જાય છે. કલાકો સુધી લાઈનમાં લાગ્યા બાદ જન્મના દાખલામાં સુધારો કરવા માટે નંબર આવે છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરશન દ્વાર જન્મના દાખલામાં સુધારો કરવાના ફોર્મ આપવાના બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ઓફિસની બહાર આવેલી દુકાનોમાં 20 રૂપિયામાં ફોર્મ મળી રહ્યા છે ત્યારે દુકાનદારો પણ સામાન્ય જનતા પાસેથી ફોર્મના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના ડેપ્યુટી દિવ્યાંગ ઓઝાની મીલીભગત હોવાનું ક્યાંકના ક્યાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો જન્મના દાખલામાં સુધારો કરવા માટે જરૂરી દસ્તાવેજો નજીકની કચેરીઓ તેમજ એપી સેન્ટરમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની કે સ્થાનિક તંત્રની હોય છે. પરંતુ જરૂરી ફોર્મ ઓફિસ પર નહીં પરંતુ નજીકની દુકાનોમાં મળે છે.
અમદાવાદમાં લાખો લોકો રહે છે. અને રોજ હજારો લોકો જન્મના દાખલામાં સુધારો કરવા માટે કચેરીએ જાય છે. પરંતુ અમદાવાદમાં જન્મના દાખલામાં સુધારો કરવા માટે એસટી બસ સ્ટેન્ડ સામેની કચેરીમાં હજારો લોકો જન્મના દાખલામાં સુધારો કરાવવા માટે આવે છે. અહીં સુવિધાના નામે મીંડુ છે. જ્યાં રોજના હજારોની સંખ્યામાં લોકો નોંધણી કરાવવા માટે આવે ત્યારે સેન્ટર ઉપર બે કે ત્રણ માણસો મુકવામાં આવે છે.
અને લોકો સવારથી જ લાઈનોમાં લાગે અને જ્યારે નંબર આવે છે ત્યારે રિસેશ પડે છે તો ક્યારેક સર્વર ડાઉન થઈ જાય છે. આમ હજારો લોકો પોતાના કામ ધંધા છોડીને નોંધણી માટે લાઈનોમાં લાગેલા રહે છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશનની ગોકળગાયે ચાલતી કામગીરી સામે લોકોનો રોષ છતો થાય છે.
અત્યારે આપાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ જન્મ દાખલામાં સુધારો કરવા રોજ હજારો વાલીઓ વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના કામકાજ છોડીને મસમોટી લાઈનોમાં લાગી ગયા છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી. તંત્રએ હવે જાગવાની જરૂર છે અને વોર્ડ પ્રમાણે જ સિવિક સેન્ટરોમાં સુધારા વધારા કરી આપવા જોઈએ.