ગુજરાત એ ગાંધીનું ગુજરાત અહીં દારૂબંધી છે. ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે. પરંતુ આજ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થવી સામાન્ય બાબત બની ગઈ છે. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે બૂટલેગરો અનેક પ્રકારના કિમિયાઓ અપનાવતા હોય છે. ત્યારે હવે તો હદ ત્યારે થઈ ગઈ છે જ્યારે શરાબના સોદાગરો બૈખોફ બની ગયા છે.
ગુજરાતમાં દારૂની ખેપ મારતા સમયે વીડિયો ઉતારી ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવી વાયરલ કરે છે. કોઈ જ ડર વગર બિન્દાશ દારૂની ખેપ મારી રહ્યા છે. શરાબ માફિયાઓને હવે ગુજરાત પોલીસનો ડર જ રહ્યો નથી. એમ બિન્દાશ ખેપ પર ખેપ મારી રહ્યા છે. દારૂની ખેપ મારતી ઈન્ટ્રાગ્રમ રીલ બનાવવા પરથી લાગી રહ્યું છે કે બૂટલેગરો બેખૌફ બન્યા છે અને ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે.
ગુજરાતમાં દારૂના સોદાગરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કેટલાક લોકો દ્વારા ઈન્સ્ટાગ્રામ IDના માધ્યમથી Reel બનાવી ગુજરાત પોલીસને સૌથી મોટો પડકાર ફેંક્યો છે. એટલું જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ક્રિએટરએ ચોંકાવનારો દાવો પણ કર્યો છે. રીલ ક્રિએટરએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અંગે દાવો કર્યો છે. વાત એવી છે કે, રાજસ્થાન ટુ ગુજરાત નામની ઈન્સ્ટા IDથી ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
દારૂની ખેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઈન્સ્ટાગ્રામ ID પરથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં દારૂ કેવી રીતે ઘુસાડવામાં આવે છે? પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે રીલ બનાવીને ઈન્સ્ટા પર મુકી છે. આ હદે ખુલ્લેઆમ કોઈ રીલ બનાવીને દાવો કરી જ કેવી રીતે શકે? શું પોલીસ આ મામલે કાર્યવાહી ના કરી શકે? પોલીસ પાસે સાયબર સેલ છે, તો આવી આઈડીઓ પર સમય પહેલા કાર્યવાહી કરવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર વૉચ રાખતા સાયબર સેલ અને IBની નજર નથી? આવી રીતે ખુલ્લે આમ પોલીસે પકડાર કેમ?
રાજસ્થાનથી ગુજરાતમાં ખુલ્લે આમ ઘૂસે છે દારુ?
સોશિયલ મીડિયામાં રીલ બનાવવી અને બેફામ સ્પીડે ગાડી ચલાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીં પરંતુ અકસ્માતો થયા હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. પ્રશ્ન એ છે કે, શું જેવું રીલમાં બતાવાયું છે એ જ રીતે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસે છે દારુ? શું ઈન્સ્ટાગ્રામ પર દાવો કરાયો છે એ જ રીતે ખુલ્લેઆમ ઘૂસે છે દારૂ? જો થતું હોય તો આ પોલીસે સૌથી મોટો પડકાર છે. સાયબર સેલ અને IBની નજર છે તો પછી આવી આઈડીઓ પર કેમ કોઈ પગલા લેમાં આવ્યાં નથી? ગુજરતામાં દારૂ વેચાય છે તેમાં કોઈ બેમત નથી! પરંતુ આ રીલ દ્વારા તો દારૂ ગુજરાતમાં આવે જ છે તેવો દાવો કરવામાં આવ્યો છે.