ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર, 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની ટક્કર

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ UAEમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલા શેડ્યૂલ પ્રમાણે આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે અને ફાઈનલ મેચ 9 માર્ચ 2025ના રોજ રમાશે.

સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેગા મેચનું આયોજન 23 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે. આ મેચનું આયોજન ન્યૂટ્રલ વેન્યુ પર કરવામાં આવશે. સમગ્ર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ રહ્યું છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ તેની તમામ મેચો દુબઈમાં રમશે. જો ભારત બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થશે તો તે સેમિફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ રમશે. આનો અર્થ એ પણ છે કે એ નિશ્ચિત નથી કે, પાકિસ્તાન 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની યજમાની કરશે કે નહીં.

8 ટીમોની ટુર્નામેન્ટમાં 15 મેચ

8 ટીમોની આ ટુર્નામેન્ટમાં 15 મેચ હશે. ભારતીય ટીમની ગ્રુપ સ્ટેજની તમામ મેચો દુબઈમાં રમાશે. જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં જ રમાશે. આ ટુર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. પાકિસ્તાન રાવલપિંડી, લાહોર અને કરાચીમાં આ મેચોની યજમાની કરશે. પાકિસ્તાનના દરેક મેદાન પર ત્રણ-ત્રણ ગ્રુપ મેચ રમાશે. બીજી સેમિફાઇનલની યજમાની લાહોર કરશે. જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો લાહોર જ 9 માર્ચે પણ ફાઈનલનું આયોજન કરશે. જો ભારત ક્વોલિફાય થશે તો ફાઈનલ દુબઈમાં રમાશે. સેમિફાઈનલ અને ફાઇનલ બંનેમાં રિઝર્વ ડે હશે. ભારત સાથે જોડાયેલી ત્રણ ગ્રુપ મેચો અનેપ્રથમ સેમિફાઈનલ દુબઈમાં રમાશે.

ભારત -પાકિસ્તાન એક જ ગ્રુપ-Aમાં

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં  8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.

ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ

19 ફેબ્રુઆરી – પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ vs ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન vs દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
22 ફેબ્રુઆરી – ઑસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન vs ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ vs ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન vs ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન vs બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
1 માર્ચ – દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
2 માર્ચ – ન્યૂઝીલેન્ડ vs ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિફાઈનલ અને ફાઈનલ મેચ

4 માર્ચ – સેમિ ફાઇનલ-1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
5 માર્ચ – સેમિ ફાઇનલ-2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
9 માર્ચ – ફાઈનલ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
10 માર્ચ – રિઝર્વ ડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *