નકલીની બોલબાલા: કડીમાંથી લેવાયેલા 1.24 કરોડના શંકાસ્પદ ઘીના નમૂના પરીક્ષણમાં ફેલ

કડી: નકલીની બોલબાલા વચ્ચે કડીના બુડાસણ ગામના રાજરત્ન એસ્ટેટના માલિક ભાવસાર જનક કુમાર નાથાલાલની હરિઓમ પ્રોડક્ટ નામની નકલી ઘી બનાવતી ફેક્ટરી ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને ઝડપી પાડી હતી.

બનાવટી ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટ મળી આવતા છ નમૂના ફેલ

આ દરોડા બાદ ભાવસાર જનકકુમાર નાથાલાલ ફરાર થઈ ગયો હતો. દરોડા દરમિયાન બનાવટી ઘી, પામોલિન, રિફાઈન્ડ પામોલિન તેલ, ફોરેન ફેટ સહિત 43,109 કિલો 1.24 કરોડનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ફેક્ટરીમાંથી ઘી, પામોલિન, રિફાઈન્ડ પામોલિન તેલ અને ફોરેન ફેટના છ સેમ્પલ લઈને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે હવે લેબોરેટરીની તપાસમાં બનાવટી ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટ મળી આવતા છ નમૂના ફેલ જાહેર કરવામાં આવ્યા છે.

ફૂડ વિભાગ દ્વારા કોર્ટ રાહે કાર્યવાહી કરાશે

બીજી તરફ ફૂડ વિભાગ દ્વારા બનાવટી ઘી બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં જવાબદારો સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઘીના નમૂના ફેલ થતાં ફૂડ વિભાગ દ્વારા કોર્ટ રાહે કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!