Indian AI: ભારત 10 મહિનામાં લોન્ચ કરશે પોતાનું જનરેટિવ AI મોડેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું એલાન

નવી દિલ્હી: અમેરિકા અને ચીન બાદ હવે ભારત ટૂંક સમયમાં પોતાનું AI મોડેલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે તેનું એલાન કર્યું છે. ભારતનું સ્વદેશી જનરેટિવ AI મોડેલ આગામી 10 મહિનામાં ઉપલબ્ધ થવાની આશા છે. આ AI મોડેલ ChatGPT, Gemini અને DeepSeek જેવા લોકપ્રિય AI મોડેલોને પડકારશે. તેમણે જણાવ્યું કે, સરકારે આ માટે 10 કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, હાલમાં સ્વદેશી AI મિશનને પૂર્ણ કરવા માટે સરકારી કમ્પ્યુટિંગ ફેસિલિટીમાં 18,693 ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) ઉપલબ્ધ છે.

ભારતે સ્વદેશી AI મિશન માટે રિલાયન્સ જિયો, ટાટા કોમ્યુનિકેશન, ઓરિએન્ટ ટેક, યોટ્ટા કોમ જેવી કંપનીઓને શોર્ટલિસ્ટ કરી છે. આ સાથે જ સરકારે અન્ય કંપનીઓ પાસેથી પણ ફાઉન્ડેશનલ મોડેલ માટે અરજીઓ મંગાવી છે. આ સાથે જ ઈન્ડિવિજ્યુઅલ ડેવલપર્સ પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

પ્રાઈવેસીને લઈને સરકાર ચિંતિત

ડીપસીક એઆઈની લોકપ્રિયતા અને યુઝર્સની પ્રાઈવેસી અંગેના સવાલના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકાર યુઝર્સની પ્રાઈવેસીને લઈને ગંભીર છે. તેમણે જણાવ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ યુઝર્સની પ્રાઈવેસી અને સુરક્ષા માટે ડીપસીકને ભારતમાં સર્વર સ્થાપિત કરવા કહેશે.

શું છે India AI Mission

ભારત પોતાના India AI Mission હેઠળ AIનો ઉપયોગ ટેકનોલોજીની સાથે-સાથે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં પણ ઉપયોગ કરશે. સરકારે ગત વર્ષે India AI Missionને મંજૂરી આપી હતી. આ માટે કેન્દ્ર સરકારે AI કમ્પ્યુટિંગ ઈકોસિસ્ટમ માટે 10,372.92 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ સાથે જ સરકાર AI સંબંધિત સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપી રહી છે.

કેમ જરૂરી છે AI કમ્પ્યુટિંગ ઈકોસિસ્ટમ

AI મોડેલ્સને ટ્રેનિંગ આપવા માટે એડવાન્સ અને હાઈ પ્રફોર્મન્સ ઓરિએન્ટેડ GPU ધરાવતા કમ્પ્યુટર્સની જરૂર હોય છે. તેની મદદથી જ લાર્જ લેન્ગવેજ મોડેલોને ટ્રેઈન કરવામાં આવે છે. સરકાર AI માટે દેશમાં એડવાન્સ લેબ તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે. જેથી AIમાં અમેરિકા અને ચીનના દબદબાને પડકારી શકાય. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક ચીની સ્ટાર્ટઅપ કંપનીએ ડીપસીક નામનું AI મોડેલ લોન્ચ કરીને હેડલાઇન્સ બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!