- મહાકુંભમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કર્યું
- રવિવારે અખિલેશ યાદવે 11 વખત સંગમમાં ડૂબકી લગાવી હતી
- મહાકુંભમાં આજે ધર્મ સંસદ મળશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધર્મ નગરી પ્રયાગરાજ પહોંચ્યા છે. તેઓ સીએમ યોગી સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી છે. તેમની સાથે સીએમ યોગી, જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરી અને યોગ ગુરુ બાબા રામદેવે પણ સંગમમાં સ્નાન કર્યું હતું. આજે તેઓ જુના અખાડામાં સંતો-મુનિઓ સાથે ભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.
ધર્મ નગરી પ્રયાગરાજમાં કેન્દ્રીય મંત્રી અમિતશાહ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ સંગમ તટ પર ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આ સમયે તેમની સાથે બાબા રામ દેવસ સહિત સીએમ યોગી આદિત્યનાથ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે અમિત શાહ પ્રયાગરાજમાં અક્ષય વડ અને સૂતેલા હનુમાનના દર્શન કરશે. સીએમ યોગી દ્વારા મહાકુંભમાં અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમિત શાહ આજે મહારાજ અને અન્ય સંતો સાથે બપોરનું ભોજન કરશે અને જુના અખાડાની મુલાકાત લેશે. પવિત્ર શહેરની મુલાકાત દરમિયાન તેઓ ગુરુ શરણાનંદજીના આશ્રમની મુલાકાત લેશે અને ગુરુ શરણાનંદજી અને ગોવિંદ ગિરિજી મહારાજને મળશે. આ પછી તેઓ શ્રૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યોને પણ મળશે. અમિત શાહ સાંજે દિલ્હી જવા રવાના થશે.
ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, હું સંગમમાં સ્નાન કરવા આતુર છું. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
મહાકુંભમાં આજે ધર્મ સંસદ બોલાવવામાં આવી છે. જેમાં સનાતન બોર્ડની રચનાની જાહેરાત કરવામાં આવશે. ચાર શંકરાચાર્ય, 13 અખાડા અને હજારો ઋષિ-મુનિઓ આ નિર્ણયને મંજૂરી આપશે. સનાતન બોર્ડમાં દેશભરના 200 મુખ્ય મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માર્ગદર્શક મંડળના પ્રમુખ મહામંત્રી સહિત તમામ અધિકારીઓ પસંદ કરી લેવામાં આવ્યા છે.
મહાકુંભમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. રવિવારે અખિલેશ યાદવે 11 વખત સંગમમાં ડૂબકી લગાવી હતી.