સુરત: ગુજરાતમાં પ્રતિબંધિતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે સુરતમાંથી કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડવામાં SMCને મોટી સફળતા મળી છે. સ્ટેટ મોનિટરીંગ સેલને આ કૌભાંડની બાતમીના મળી હતી. ત્યારબાદ SMCએ કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આયાતી કોલસાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
ત્રણ આરોપીઓની ધરપકડ
સુરતના કામરેજ પોલીસ વિસ્તાર ખડસદ ગામ રોડ, વેસ્ટન વિલા ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ સરદાર ચોક પાસે ઈન્ડોનેશન આયાતી કોલસા ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં અલગ અલગ આયાતી કોલસો તેમજ વાહનો સહિતનો કુલ 45.69નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
45.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
દરોડા દરમિયાન SMCની ટીમને 59 ટન આયાતી અને 8 ટન મિક્ષ કોલસો મળી આવ્યો છે. 35 ટન વેસ્ટ કોલસોનો જથ્થો પણ હાથે લાગ્યો છે. આ ઉપરાંત બે ટ્રક અને રોકડા રૂપિયા તથા કાર સહિતનો કુલ 45.69 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ કોલસો ક્યાંથી આવતો હતો અને કેવી રીતે લાવવામાં આવતો હતો તે અંગે આરોપીઓની પુછપરછમાં વધુ ખુલાસો થશે.