ગુજરાતમાં વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું આવશે આવો નિયમ?

આમ તો સામાન્ય રીતે વાહન પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને જે-તે વાહન કંપનીનું નામ હોય છે, જ્યારે અન્ય કોઈ શબ્દો લખવા ગુનો બને છે. હાલના સમયમાં અનેક વાહનો પર જાતિસૂચક શબ્દો લખાયેલા જોવા મળે છે, ત્યારે હવે આવા શબ્દો વાહન પર લખાયેલા જોવા મળશે તો કડક દંડ ફટકારવાનો આદેશ અપાયો છે.

બિહારમાં પરિવહન વિભાગે તમામ વાહનો પરથી જાતિસૂચક શબ્દો હટાવવાનો કડક નિર્દેશ આપ્યો છે અને વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરે તો બે હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ અપાયો છે. વિભાગે ચેતવણી આપી છે કે, તમામ વાહન માલિકો એક મહિનાની અંદર જાતિસૂચક શબ્દો અથવા સ્ટીકરો હટાવી દે. ત્યારપછી પોલીસ વિશેષ અભિયાન હાથ ધરીને તમામ વાહનોની કડકાઈથી તપાશ કરશે અને ઉલ્લંઘન કરનારને કડક દંડ ફટકારશે.

આદેશમાં સ્પષ્ટ કહેવાયું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકોને મોટર અધિનિયમ-1988ની કલમ 177 અને 179 હેઠળ બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વિભાગે તમામ વાહન માલિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા કે સ્ટીકરો લગાવવાનું ભારે ઘેલું છે, તેથી જ વિભાગ દ્વારા આવા કડક આદેશ જાહેર કરવામાં આવે છે.

બિહાર પરિવિભાગે જાતિસૂચક શબ્દો હટાવવાનું કડકાઈથી પાલન કરવા માટે એઆઈ કેમેરાથી સજ્જ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર ઝડપી કામગીરી હાથ ધરી દીધી છે. આ માટે આખા રાજ્યમાં 700 સ્થળો પર એઆઈ કેમેરાથી સજ્જ ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનજેમેન્ટ સિસ્ટમ (ITMS) લગાવવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, આ માટે સ્થળોની પસંદગીની કામગીરી ટૂંક સમયાં શરૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!