અમદાવાદઃ અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલી હરિઓમ સ્માઈલ મોનિકા સિંગલની દેખરેખ હેઠળ આજે બુધવારે રાજસ્થાન હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેકઅપ અંગે મોનિકાબેન સિંગલ કહે છે કે આપણે જે હરિઓમ સ્માઈલમાં હર એક વાતનો શુક્રના ઓમ ચાંતિંગ તપ્પિંગ અને મેડીટેશન કરીએ છે જેનાથી આપણા બ્લડ સેલ પ્યુરીફાઈ થાય છે તો જેને આપણે રક્તદાન કરીશું એને પણ એ મળશે. બ્લડ ડોનેશન કરવાથી અઆપણું બ્લડ ઓછું નહીં થાય પણ જલ્દીથી બની જશે અને હેલ્ધી જ રહીશું.
મોનિકા સિંગલે વધુમાં જણાવ્યું હતું કે આ જ મેડીટેશનની પ્રેક્ટિસ આપણે રેગ્યુલર આપણી જીવનમાં કરીએ તો એનાથી આપણા જીવનના ઘણા બધા નાના મોટા દર્દોમાંથી રાહત મળે.આ દર્દો જેવા કે થાઇરોડ બીપી હાર્ટ અટેક કેન્સર એમાં પણ આપણને રાહત મળી શકે છે.
આપણે આપણી બોડી ખુદ જ એટલી સરસ મેકેનિઝમ ભગવાને આપી છે કે પોતે જ પોતાનો હીલિંગ કરી શકે છે. સવારનો 4:00 વાગ્યાનો દિવ્ય સ્નાન મેડીટેશનએ ખૂબ જ સરસ છે જેનાથી ઘણા બધા લાભ લોકોને થઈ રહ્યા છે.