AMC સંચાલિત શાળાના 1.70 લાખ બોળકોને મફતમાં બૂટ-મોજા અને અઠવાડિયામાં ત્રણ દિવસ દૂધ આપવાનો નિર્ણય

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ માટે AMC દ્વારા મોટી જાહેરાતો કરાઈ છે. AMC સંચાલિત સ્કૂલના વિદ્યાર્થીઓને નવા સત્રથી દૂધ આપવામાં આવશે. આ ઉપરાંત 5 કરોડના ખર્ચે 1.70 લાખ વિદ્યાર્થીઓને બૂટ અને મોજા આપવામાં આવશે.

1.70 લાખ બોળકોને મફતમાં બૂટ-મોજા અપાશે

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ AMC સંચાલિત સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે વિવિધ અનેક મોટા નિર્ણયો લેતા જણાવ્યું કે, AMCની સ્કૂલોમાં મધ્યમ વર્ગના બાળકોથી લઈને તમામ વર્ગના બાળકો અભ્યાસ કરવા માટે આવતા હોય છે. ત્યારે અમે આ તમામ સ્કૂલોને સ્માર્ટ સ્કૂલો બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે લગભગ 200 જેટલી સ્કૂલો સ્માર્ટ સ્કૂલો બનવા જઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે, AMC સંચાલિત સ્કૂલના જે બાળકો છે તેમને ફ્રી ડ્રેસ આપવામાં આવે છે. AMC સંચાલિત શાળાના 1.70 બાળકો અભ્યાસ કરે છે. તે તમામ બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ 200 ml દૂધ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને ડ્રેસની સાથે-સાથે એક સૂત્રતા જળવાય રહે, સમાનતા જળવાય રહે તેના માટે સૌ પ્રથમ વખત બૂટ અને મોજા પણ આપવામાં આવશે.તેના માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ વિદ્યાર્થીઓને 2.5 કરોડના ખર્ચે સપ્લીમેન્ટરી ફૂડ આપવામાં આવશે. બીજી તરફ 8 કરોડ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને લગતા વિવિધ કાર્યો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *