અમદાવાદના દરિયાપુરમાં આવેલું મનપસંદ જીમખાના આમ તો ચેસ, કેરમ જેવી રમતો રમાડવા માટે શરું થયું હતું. જોકે, અત્યારે મનપસંદ જીમખાનામાં કંઈક અલગ જ ‘રમત’ રમાઈ રહી છે. મનપસંદ જીમખાનામાં કેરમ અને ચેસનો ઓઠા હેઠળ જુગારધામ ધમધમી રહ્યું છે. આ મનપસંદ જીમખાનાના જુગારીઓ તો દિવાના છે પરંતુ કોર્પોરેટરના પત્રનું પણ આ જીમખાનું ‘મનપસંદ’ છે.
અનેક વખત પોલીસની રેડ પડવા છતાં પણ આ જીમખાનામાં હજી પણ જુગાર ધમધમી રહ્યો છે. જેનો તાજો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ગોવિંદ પટેલના માલિકી હેઠળના મનપસંદ જીમખાનાના વાયરલ વીડિયોમાં નારણપુરાના કોર્પોરેટર ગીતાબેનના દીકરા તેજસ ઉર્ફે બીટ્ટુ પટેલ પણ જુગાર રમતો કેમેરામાં કેદ થયો હતો.
સ્થાનિક દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જીમખાનામાં આશરે 60-70 માણસો ટેબલો ઉપર જુગારના ટેબલો ઉપર ગોઠવાયેલા છે. કેટલાકના હાથમાં બાજી પત્તા પણ જોવા મળ્યા છે. નવાઈ તો ત્યારે લાગે જ્યારે આ વીડિયો નારાણપુરાના કોર્પોરેટર ગીતાબેનના પુત્ર તેજસ ઉર્ફે બીટ્ટુ પટેલ પણ દેખાય છે.
બીટ્ટુ પટેલ પણ બીજા “જુગારીઓની” જેમ જુગારના ટેબલ ઉપર ગોઠવાયેલો હતો. અને જુગાર રમતો દેખાય છે. હવે સામાન્ય જનતામાં પ્રશ્ન એ થાય કે જનતાની સેવા માટે ચૂંટાયેલા કોર્પોરેટરનો પુત્ર જ જુગાર રમે તો શહેર અને સમાજમાંથી ગુનાખોરી કેવી રીતે નાબૂદ થશે. શું મનપસંદ જીમખાના ઉપર નેતાઓના ‘આશીર્વાદ’ તો નથી ને?
ઉલ્લેખનિય છે કે ભૂતકાળમાં અનેક વખત પોલીસની રેડ પણ પડી ચૂકી છે છતાં પણ મનપસંદ જીમખાનામાં બેરોક ટોક જુગારધામ ધમધમી રહ્યું છે. હવે લોકો મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ રેડ પાડે છે તો શું ખરેખર કોઈ કાર્યવાહી કરે છે ખરી?
I’ve been trying a few sites lately and this one is actually smooth. The payouts are fast and the interface is very user friendly. Definitely recommend ph10jilicc to anyone looking for a reliable spot.