સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પર CISF જવાનની આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. CISF જવાનની આત્મહત્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
બાથરૂમમાં જઈ પોતાની જ બંદૂકથી પેટના ભાગે ગેળી મારી
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવી રહેલા જવાને બાથરૂમમાં જઈ પોતાની જ બંદૂકથી પેટના ભાગે ગેળી મારી આત્મહત્યા કરી લીધી છે. જવાનની આત્મહત્યાની ઘટનાથી ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં ખળભળાટ મચી ગયો છે. જવાનને તાત્કાલિક સારવાર માટે લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે.
મૃતક જવાન જયપુરનો રહેવાસી
આ સમગ્ર મામલે ડુમસ પોલીસે જણાવ્યું કે, મૃતક જવાન જયપુરનો રહેવાસી હતો અને સુરત એરપોર્ટ પર તહેનાત હતો. CISF સેલના જવાન કિશન સિંહે પેટમાં ગોળી મારી હતી. આ ઘટનાની જાણ થતાં જવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જવાન દ્વારા લેવામાં આવેલા આ આત્મહત્યાના પગલાનું કારણ તરત જ સ્પષ્ટ થયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.