BZ કૌભાંડ: ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, આગોતરા જામીન અરજી

અમદાવાદ: BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો હાલમાં ચર્ચામાં છે. આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે કેટલાક ફરાર છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તે હાલમાં પોલીસ પકડથી દૂર છે. ત્યારે હવે ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હવે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવશે.

કોર્ટમાં દલીલ

6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ત્યારે સુનાવણી દરમિયાન ગ્રામ્ય કોર્ટે CID ક્રાઈમને સવાલ કર્યો હતો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે, આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે.

ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ

આ મામલે ગાંધીનગર CID ટીમ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે BZના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *