અમદાવાદ શહેરમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આ સમગ્ર ઘટનામાં જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો. પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો.
સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે પાર્સલ આપતી વખતે બ્લાસ્ટ થયો હતો. પાર્સલ રિસિવ કરતી વખતે જ અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.
આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે. રિક્ષામાં બેસીને ત્રણ શખ્સો આવ્યા હતા અને છૂટાછેડાની મગજમારી ચાલતી હતી જેમાં અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જે વ્યકિત આ પાર્સલ લઈને આવ્યો હતો તેનું નામ ગૌરવ ગઢવી છે અને પોલીસે તેને ઝડપી પાડયો છે, રોહનભાઈ રાવલે પાર્સલ મોકલ્યું હોવાની વાત સામે આવી છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, ફરાર થયેલા બે લોકોને શોધવા પોલીસે ટીમ બનાવી છે.
છૂટાછેડા લેનાર મહિલા બળદેવને ભાઈ માનતી હતી અને છૂટાછેડા માટે બળદેવ જવાબદાર હોવાનું માનીને બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, રિક્ષામાં કૂલ ત્રણ લોકો પાર્સલ આપવા આવ્યા હતા અને બે લોકોએ બટન દબાવી બ્લાસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી છે, એક વ્યક્તિ પાર્સલ આપવા ગયો ત્યારે બટન દબાવ્યું હતું અને આરોપી ગૌરવ નિરંજનભાઇ ગઢવીની અટકાયત કરાઈ છે, બ્લાસ્ટ કરીને રિક્ષામાં રહેલા બે આરોપીઓ ફરાર થયા છે.