એક સમયે લાખો દર્દીઓની સારવાર કરતી અમદાવાદની VS હોસ્પિટલ હાલમાં બીમાર હાલતમાં ઊભી

અમદાવાદ: અમદાવાદમાં એક સમયે વર્ષે લાખો દર્દીઓની સારવાર લઈને સર્જરી કરતી વી એસ હોસ્પિટલ હાલમાં બીમાર હાલતમાં ઉભી છે અને તેમ છતાં એએમસીના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. તેના માટે છેલ્લા ચાર વર્ષમાં 700 કરોડથી વધારે નું બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં વીએસ હોસ્પિટલ આજે મૃતપાય હાલતમાં ઉભી છે તો આખરે તેની આ દુર્દશા પાછળ+- કયા કારણો જવાબદાર છે?
13 ડિસેમ્બર 1931 માં શરૂ થયેલી વીએસ હોસ્પિટલની આજે જે દુર્દશા થઈ છે તેની પાછળનું એકમાત્ર કારણ એએમસીની મેળો મુરાદ છે. કારણ કે એએમસી હોસ્પિટલના રીનોવેશન માટે કોઈ યોગ્ય પગલા નથી લઈ રહ્યું અને એટલે જ હોસ્પિટલની આવી હાલત થઈ ગઈ છે.‌
એક સમય હતો જ્યારે આ હોસ્પિટલમાં સામાન્ય સારવારથી લઈને સર્જરી સુધી દર્દીઓને નજીવા દરે સેવા મળી રહેતી હતી પરંતુ હવે AMCને આ હોસ્પિટલમાં રસ નથી રહ્યો. કારણ કે હવે એએમસી SVP હોસ્પિટલને પ્રમોટ કરવામાં લાગ્યું છે પરંતુ એસીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે નહીવત પ્રમાણમાં જાય છે તેનું કારણ એ છે કે ત્યાં તમામ સારવાર હોસ્પિટલના પ્રમાણમાં મોંઘી મળી રહી છે જે સામાન્ય માણસને પોસાય તેમ નથી.
AMC તંત્ર સતત કહી રહ્યું છે કે બજેટ ફાળવવામાં આવી રહ્યું છે જરૂરી મરામત કરાવવામાં આવી રહી છે પરંતુ હકીકત શું છે તે ત્યાંના દ્રશ્યો જોઈને આપણને ખબર પડી જાય છે. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો 782 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને ચાલુ વર્ષમાં જ 55 કરોડ સેન્ટરના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા છે પરંતુ તેનું નવીનીકરણ નથી કરાઈ રહ્યું. છેલ્લા ચાર વર્ષમાં ચાર લાખ 61 હજારથી વધારે લોકોએ આઉટડોર સારવાર જ્યારે 9,155 લોકોએ ઈન્ડોર સારવાર લીધી છે. AMCએ વર્ષ 2019 માં એસપીપી હોસ્પિટલ શરૂ કરી તેથી તે અગાઉના વર્ષમાં વીએસ હોસ્પિટલની સેવાઓ ઘટાડી અને હોસ્પિટલ બોર્ડને મળતા બજેટ પર કાપ મુકવાની શરૂઆત કરી દીધી હતી.
વર્ષ 2018માં સુપર સ્પેશિયાલિટી બંધ કરી દેવામાં આવ્યું તો 1200 બેડની હોસ્પિટલ હતી જે ઘટાડીને માત્ર 500 બેડની હોસ્પિટલ કરી નાખી જ્યારે હોસ્પિટલ બોર્ડને તો માત્ર 120 બેડની જ સત્તા અપાય હતી હવે આ કરવા પાછળ કારણ માત્ર એટલું જ છે કે કરોડોના ખર્ચે એસવીપી હોસ્પિટલ બનાવાય જેને પ્રમોટ કરી શકાય અને જો વીએસ હોસ્પિટલમાં મળતી સારવારમાં ઘટાડો થાય તો જ દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર માટે જાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *