ખ્યાતિ કાંડ બાદ PMJAY યોજના માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર ખ્યાતિ કાંડ બાદ હવે સરકારે PMJAY યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા-સબંધીઓ કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે કે, રાજ્ય સરકારે PMJAY યોજના અંગે એક વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. 92277 23005 આ નંબર પર PMJAY કાર્ડ યોજનામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી જણાઈ તો જાણ કરવી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું કે ‘PMJAY-મા’ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં ‘આયુષ્માન કાર્ડ’ હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92277 23005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું’.

PMJAY યોજનાની નવી SOP જાહેર

PMJAY કાર્ડના એપ્રુવલ આપતી એજન્સીને પણ બદલી દેવામા આવી. ક્રાઈમ બ્રાન્ચ એજન્સીનું આ સમગ્ર કૌભાંડ બહાર લાવી હતી. PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એજન્સીને બદલી નાખવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. તાજેતરમાં થયેલા ખ્યાતિ કાંડ જેવા કૌભાંડને રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે.

હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા

PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો, કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફુલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કારિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જો પ્લાસ્ટિક કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે.

તમને જણાવી દઈએ કે, PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં લગભગ 97 લાખ કુટુંબો/ 2.65 કરોડ લાભાર્થીઓ જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હોસ્પિટલો ખાતે નિયમિત સારવાર લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *