સ્ટેટ GSTના સ્ક્રેપના વેપારી પર દરોડા, 1.86 કરોડની કરચોરી ઝડપાઈ

અમદાવાદ: GST વિભાગ દ્વારા હાલમાં રાજ્યમાં અલગ-અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આજે સ્ટેટ GST વિભાગે સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. અમદાવાદના સ્ક્રેપના 2 વેપારીઓને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન રૂપિયા 1.86 કરોડની કરચોરી ઝડપાઈ છે. બીજી તરફ 300 ટનથી વધુનો બિનહિસાબી સ્ટોક તેમજ બિનહિસાબી વેચાણ તપાસમાં સામે આવ્યું છે.

સ્ટેટ GST વિભાગની અન્વેષણ શાખાને મળેલ માહીતી તથા આનુસાંગિક સંશોધનને આધારે 24મી ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ સ્થિત સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા 2 વેપારીઓને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં આ કરચોરીના કારણે રૂ. 1.86 કરોડની GSTની જવાબદારી ઉપસ્થિત થયેલ છે. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!