ગુજરાતમાં ભરશિયાળે ભાદરવાના એંધાણ, 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

Farmers worried as IMD predicts more unseasonal rain in Gujarat

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદ રાજ્યના ચારેય ઝોનના ખેડૂતોને રડાવશે.

હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે ભાદરવાની આગાહી વ્યક્ત કરી છે. 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે.

3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે, 2.5 મિમીથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ પડે તેવી વકી છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51%થી 75% છે. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાન 2થી 4 ડિગ્રી વધશે, એટલે ઠંડી ઘટશે.

બીજી તરફ શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે, ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, તેમાં જો કમોસમી વરસાદ પડશે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે કચ્છ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે.

આવતીકાલ 27 ડિસેમ્બરે બનાસકાંઠા, ડાંગ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જ્યારે 28મી ડિસેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!