ગુજરાતમાં છાસવારે કંઈને કંઈ ‘નકલી’ સામે આવતું જ રહે છે. ગુજરાતમાં નકલી PMO, નકલી CMO, નકલી IPS, નકલી ED અધિકારી અને નકલી ડેપ્યુટી કલેક્ટર બાદ હવે નકલી IT ઓફિસર (Fake Income Tax Officer) ઝડપાયો છે.
છોટા ઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર આરોપી ઝડપાયો છે. ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીને ગઠિયાઓ પ્રજાને સરેઆમ લૂંટી રહ્યાં છે. કાયદાનો જાણે કોઈને ડર રહ્યો નથી.
છોટા ઉદેપુરના તાંદલજામાં ખટાશના આયુર્વેદીક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને રેડ કરનાર એઝાઝ હાફિઝભાઇ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી 2023માં ખટાશના ફતેસિંઘ રાઠવાના ઘરે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને એઝાઝ શેખે દરોડા પાડ્યા હતા.
એઝાઝ શેખે પરવાનગી વગર તમે દવા આપો છો કહીને 15 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસ સ્ટેશન જવાનું કહીને શખ્સને રસ્તામાં ઉતારી નકલી ઇન્કમટેક્સ ઓફિસર ફરાર થઇ ગયો હતો.આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં નકલી અધિકારી પકડાવવાના સિલસીલો જારી રહ્યો છે. આવા ઘણાં કિસ્સા બન્યાં છે પરિણામે આજે લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો છે.