સુરત: સુરતમાં બોગસ ડોક્ટરોની ધરપકડનો સિલસિલો યથાવત છે. પાંડેસરા કાપોદ્રા બાદ હવે વરાછામાંથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા છે. વરાછા પોલીસે બે બોગસ ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બે બોગસ ડોક્ટર અને એ કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે.
ધોરણ 12 પાસ બંને બોગસ ડોક્ટરો સગાભાઈ હોવાનો ખુલાસો
પોલીસે દરોડા દરમિયાન બોગસ ડોક્ટરોની ક્લિનિક પરથી એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરી લીધો છે. ધોરણ 12 પાસ બંને બોગસ ડોક્ટરો સગાભાઈ હોવાનો ખુલાસો છે. આ બંને ભાઈઓ ડિગ્રી વગર લાંબા સમયથી વરાછામાં પ્રેક્ટિસ કરતા હતા. બોગસ ડોક્ટર જુગલ વિશ્વાસ ગુપ્ત રોગનું ક્લિનિક ચલાવતો હતો અને અને બોગસ ડોક્ટર મિલન વિશ્વાસ નેચરો હર્બલ ક્લિનિક ચલાવતો હતો.
75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રીનું કૌભાંડ
આ અગાઉ સુરતમાં 75 હજારમાં ડોક્ટરની બોગસ ડિગ્રી બનાવી દવાખાનું ચલાવવાના બોગસ ડોક્ટરોના મોટા કૌભાંડનો સુરત પોલીસે ફર્દાફાશ કર્યો હતો. સુરત પોલીસે દરોડા પાડીને 10 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતી હોવાનું સામે આવ્યું હતું. તેણે બોગસ ડિગ્રીઓ વહેંચી હતી.