ગુજરાતમાં ‘પુષ્પા’ વાળી? પાટણમાં ગોડાઉનમાંથી મળ્યું કરોડો રૂપિયાનું રક્ત ચંદન

patan lal chandan

ચંદનનું લાકડું કિંમતી હોય છે દક્ષિણ ભારતમાં ચંદનની દાણચોરી થવી સામાન્ય બની ગઈ છે. બીજી તરફ ચંદનની દાણચારી ઉપર બનેલી પુષ્પા 2 પણ અત્યારે ધૂમ માચવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ પુષ્પા વાળી થઈ હોવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો.

આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા.

ફિલ્મ લાલચંદનની દાણચોરી પર આધારિત છે, જેમાં ફિલ્મનો હીરા-કમ-વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા દેશ જ નહીં, વિદેશમાં પણ લાલચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડાયું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું.

કરોડોના રક્ત ચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનનાં લાકડાં કબજે કર્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!