તું ખીચ મેરી ફોટો… રીવરફ્રન્ટ પર પોલીસની ગાડી ઉપર યુવતીએ રીલ બનાવી, પોલીસ એક્શન મોડમાં

  • સોશિયલ મીડિયા પ્રેમીઓમાં રીલ્સ બનાવવાનું ભૂત એ હદે સવાર છે કે તેઓ કાયદાના પણ લીરે લીરા ઉડાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસની જ ગાડીના બોનેટ પર બેસીને રીલ બનાવતો એક વીડિયો વાયરલ થયો છે, જેણે પોલીસના ગૌરવ અને કાયદાના શાસન સામે સવાલો ઊભા કર્યા છે.

યુવતીએ પોલીસ કારના બોનેટ પર બેસીને રિવરફ્રન્ટ પર રીલ બનાવી હોવાનું અનુમાન છે. વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી બેધડક રીતે પોલીસની જીપના બોનેટ પર બેસીને અલગ-અલગ પોઝ આપી રહી છે.

સામાન્ય રીતે પોલીસ ગુનેગારોમાં ડર પેદા કરવા માટે હોય છે, પણ અહીં તો કાયદાના રક્ષકોની ગાડીનો જ ઉપયોગ મનોરંજન અને સ્ટંટ માટે કરવામાં આવ્યો છે.

રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ એક્શનમાં

આ વીડિયો વાયરલ થતા જ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના PI એ આ મામલે ગંભીરતા દાખવી છે અને વાયરલ વીડિયોની તપાસ કરવાની ખાતરી આપી છે. પોલીસે આ મામલે તપાસના આદેશ આપ્યા છે કે વીડિયોમાં દેખાતો શખ્સ કોણ છે?પોલીસની ગાડી જ્યારે રિવરફ્રન્ટ પર ઉભી હતી ત્યારે ફરજ પરના કર્મચારીઓ ક્યાં હતા?શું આ રીલ કોઈ પોલીસકર્મીની હાજરીમાં બનાવવામાં આવી છે કે કર્મચારીઓની ગેરહાજરીનો લાભ લેવાયો છે?

કાયદેસરના પગલાં ભરવાની તજવીજ

અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે, સરકારી મિલકત અને ખાસ કરીને પોલીસના વાહનોનો આ પ્રકારે દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં. રીલ બનાવનાર શખ્સની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ગાડી પર બેસીને કાયદો હાથમાં લેવાની કોશિશ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!