ગાંધીનગરઃ હાથીદાંતની તસ્કરી કરતો યુવક ઝડપાયો, વનવિભાગની ટીમ થઈ સક્રિય

ગાંધીનગર જિલ્લાની ચિલોડા પોલીસે હાથીદાંતની તસ્કરી કરતા યુવકને ઝડપી પાડ્યો હતો. તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની શંકા પણ વ્યક્ત કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે ચિલોડા પોલીસે ચંદ્રાલાકા પોઈન્ટ પાસે એક ખાનગી લક્ઝરી બસની તપાસ દરમિયાન 31 વર્ષીય યુવક પાસેથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના હાથીના બે શંકાસ્પદ દાંત જપ્ત કર્યા છે. આ મામલે વન વિભાગની ટીમ સક્રિય થઈ છે અને જપ્ત કરાયેલા દાંત અસલી છે કે કેમ તેની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે.

ચિલોડા પોલીસની ટીમ હિંમતનગર-ચિલોડા હાઈવે પર આવેલી એક હોટલ પાસે વોચમાં હતી. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સને રોકીને મુસાફરોના સામાનની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એક યુવકના થેલામાંથી સફેદ રંગના શંકાસ્પદ હાથીના દાંત મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે આ મામલે યશ વોરા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે અને હાલમાં મુંબઈના નવી મુંબઈ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી 1 લાખની કિંમતના હાથીના બે દાંત અને 10,000નો મોબાઈલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઘટના વન્યજીવ સુરક્ષા સાથે જોડાયેલી હોવાથી ગાંધીનગર વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ આ દાંતની લેબોરેટરી તપાસ કરાવશે. જો આ દાંત અસલી સાબિત થશે, તો આરોપી વિરુદ્ધ ‘વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ’ (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ)ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

પોલીસ અને વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આરોપી આ શંકાસ્પદ હાથીના દાંત ક્યાંથી લાવ્યો હતો અને મુંબઈમાં કોને સપ્લાય કરવાનો હતો?

પોલીસને આશંકા છે કે આમાં કોઈ આંતરરાજ્ય વન્યજીવ તસ્કરીનું મોટું નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. હાલમાં ચિલોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની જોગવાઈઓ હેઠળ આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

7 thoughts on “ગાંધીનગરઃ હાથીદાંતની તસ્કરી કરતો યુવક ઝડપાયો, વનવિભાગની ટીમ થઈ સક્રિય”

  1. [5459]77 bat অফিসিয়াল লগইন | বিকাশ ডিপোজিট ও সেরা ক্যাসিনো বোনাস,77 bat অ্যাপ ডাউনলোড করে উপভোগ করুন সেরা লাইভ ক্যাসিনো বোনাস। বিকাশ দিয়ে সহজে ডিপোজিট এবং অনলাইন স্লট গেমের নিয়ম জানতে আজই জয়েন করুন। visit: 77 bat

  2. The bonuses here are actually legit and not just bait. I managed to snag a decent win using the welcome offer. gamey088 is definitely worth the hype.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!