અમદાવાદમાં ગુનાખોરીના કિસ્સાઓ વધતાં જાય છે. દારુ જુગાર સહિતના કાળા ધંધા ધમધમી રહ્યા છે. છાસવારે વિવાદમાં આવતા મનપસંદ જીમખાના ફરીથી ચર્ચામાં આવ્યું છે. મનપસંદ જીમખાનામાં બેરોકટોક ચાલતો જુગારનો વીડિયો વાયરલ થયો છે. એક જાગૃત રહેવાશીએ હિંમત દાખવીને ચેસ કેરમની આડમાં ચાલતો જુગારનો વીડિયો ઉતાર્યો હતો. જે હવે વાયરલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના આવેલું છે. આ જીમખાનામાં કાળા ધંધા થતા હોવાની સ્થાનિકોમાં અનેક ફરિયાદો ઉઠતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્થાનિક નાગરીકે હિંમત દાખવીને જીમખાનાની આડમાં જુગાધામ ચાલતો વીડિયો ઉતાર્યો હતો.
વીડિયો ઉતારતા જ જુગારીઓમાં દોડધામ થવા પામી હતી. જોકે, ગોવિંદ પટેલના માલિકી હેઠળના મનપસંદ જીમખાનામાં ચાલતા કાળા ધંધા સામે પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થાય છે.
ભૂતકાળમાં અનેક વખત પોલીસની રેડ પણ પડી ચૂકી છે છતાં પણ મનપસંદ જીમખાનામાં બેરોક ટોક જુગારધામ ધમધમી રહ્યું છે. હવે લોકો મુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ રેડ પાડે છે તો શું ખરેખર કોઈ કાર્યવાહી કરે છે ખરી?
The graphics and sound on this site make it feel like a real casino. I had a huge win last night and the support team was very helpful. Love phokadacasino!