અમદાવાદઃ પોલીસને સામાન્ય જનતાની સુરક્ષા અને સેવા માટે રાખવામાં આવે છે. પરંતુ કેટલા પોલીસ કર્મચારીઓ તકસાધુ હોય છે. જ્યારે પણ તક મળે ત્યારે પોતાના ખીસ્સા ભરવાનું ચૂકતા નથી. નાની ઘટનાઓ કે પછી મોટી ઘટના હોય તક સાધુ પોલીસ કર્મચારીઓ કોઈના કોઈ રીતે લાભ ઉઠાવી લે છે. આવી જ એક ઘટના ચર્ચાની ચકડોળે ચડી છે. અમદાવાદ શહેર પોલીસની એક એજન્સી ગેર કાયદે ગેસ રિફિલિંગ કરતા બે ઈસમોને પકડ્યા હતા. જોકે, એવી ચર્ચા ચાલી રહી છે કે આ ટીમે આ કેસમાં ભીનું સંકેલી લીધું છે.
ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસની એક એજન્સીએ શહેરના બહેરામપુરામાં રામ રહીમ નગર કેલિકોમિલ પાસેથી બે આરોપીઓને ગેરકાયદેસ રીતે ગેસ રીફીલિંગ કરતા પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કૂલ 1.62 લાખથી વધુનો મુદ્દામલ પણ પકડ્યો હતો. આરોપીઓ સામે કાર્યવાહી થઈ કે નહીં એ મોટો પ્રશ્ન થવા પામ્યો છે. તપાસ અધિકારી સાથે સંપર્ક કરતા જાણવા મળ્યું કે આરોપીઓ બહાર છે અને તપાસ ચાલું છે.
હવે મોટો પ્રશ્ન એ છે કે જો પકડાયેલા આરોપીઓ બહાર છે તો તપાસ કોની પાસે કરે છે. શું આરોપીઓ પાસે વહીવટ કરીને આરોપીઓને છૂટા કરી દીધા કે શું? નવાઈની વાત તો એ છે કે પોલીસે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ કેસમાં ગેસ એજન્સીના નામનો ઉલ્લેખ નથી.
આ કેસમાં મોટા વહીવટની આશંકા
એવ ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદ શહેર પોલીસની એક એજન્સીએ આ કેસમાં મોટો વહીવટ કર્યાની આશંકા છે. અને આ સમગ્ર વહીવટ ‘સી’ની મધ્યસ્થીથી થયો હોવાની પણ ચર્ચા ચાલે છે. આ સી કોણ છે અને આ એજન્સીએ ભીનું સંકેલવા માટે કેટલાનો વહીવટ કર્યો. અમદાવાદ પોલીસની આ એજન્સીની વધુ પોલ આવતા અંકમાં ખુલશે.. માટે વાંચતા રહો પોલ ખોલ ગુજરાતી..