અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગ ઝડપી પાડી છે જે ગેંગ ઈ-કોમર્સ વેબસાઈટને હેક કરી તે વેબસાઈટ પરથી મોંઘી વસ્તુઓ ખરીદી કિંમતમાં ચેડાં કરી છેતરપિંડી આચરતી હતી. આ ટોળકી ઈ-કોમર્સ અને અલગ-અલગ વેબસાઈટોના સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી વેબસાઈટ હેક કરી છેતરપિંડી કરતી હતી. આ ટોળકીએ છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ વેબસાઈટ પરથી 7 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી છે. આ સાથે જ ઓનલાઈન કસીનો રમાડતી વેબસાઈટમાં ચેડાં કરી તેના પણ રૂપિયા પડાવી લીધા હોવાનો પર્દાફાશ થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્રણેય આરોપીઓ વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડાત અને આદિલ પરમારને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ ઓનલાઈન સટ્ટાબેટિંગનો જુગાર રમતા હતા, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. પરંતુ તેમના લેપટોપની તપાસ કરતા સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેર મળી આવ્યું છે. જે સોફ્ટવેરની મદદથી ઈ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઈન કસીનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જ્યાંથી મફતમાં અથવા તો સાવ સસ્તા ભાવે ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી લેતા હતા, આરોપીઓ પાસેથી અલગ અલગ વેબસાઈટ પરથી મગાવેલા લેપટોપ, મોબાઈલ, ડ્રોન, હાર્ડડિસ્ક, રાઉટર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ દંગ રહી ગઈ
આરોપીઓની આ મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આરોપીઓ અલગ-અલગ વેબસાઈટ સર્ચ કરી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નંબરો મેળવી પ્રોડક્ટની ખરીદી કરતા હતા, જે બાદ પ્રાઈસ મોડિફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રીપ્ટ ચેન્જ ટેકનીકની મદદથી મફતમાં કે ઓછા ભાવે વસ્તુ ખરીદી લેતા, આરોપીઓએ PNG જ્વેલર્સ પાસેથી સોનાના દાગીના પણ મફતમાં મેળવી લીધા હતા. જેની 11 રિસિપ્ટ પણ મળી આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી
ઝડપાયેલા આરોપીઓમાંથી વિજય વાઘેલા સર્ચ એન્જિન પરથી સોફ્ટવેર મેળવી બાગ હન્ટિંગ કરી વેબસાઈટ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતો હતો. નિતેશ તે પ્રોડક્ટને વેચાણ કરી રૂપિયા મેળવતો હતો. આદિલ પરમાર ઓનલાઈન સટ્ટાની વેબસાઈટ ઉપર પ્રાઇસ પ્રોડક્શન કરી રૂપિયા કમાવતો હતો. જોકે આ આરોપીઓ સાથે બેંકના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
The game variety is amazing and the bonuses are actually fair. It feels like a real premium casino experience from home. Try perubyroyalcasino
Such a clean design and very easy to navigate. I love how fast the payouts are processed. Keep up the great work takabeapp
The slots here are top notch and the graphics are stunning. I had a great run last weekend. Definitely worth a visit at aufairgocasino
Finally found a place where the RTP feels honest. I had a lucky streak today and it was a blast. Join the fun at lucky71game.
I’ve tried a few sites but this one feels the most professional. No lag and the graphics are crisp. Love spending time on phgamezonelogin.
Super easy to get started. I love how straightforward the login and sign up process is. Really impressed with 16jiliregister