અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇને ગુરુદ્વારામાં સર્ચ ઓપરેશન

  • ગુરૂદ્વારામાં સર્ચ ઓપરેશનને લઇ શીખ સંગઠનમાં નારાજગી

ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ગેરકાયદે પ્રવેશ કરતા પ્રવાસીઓ સામે એકશન લેવાનું શરૂ કરી દીધું છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ (DHS) ના સુરક્ષા અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને દેશ નિકાલ કરી દીધા છે. ગેરકાનૂની ઈમિગ્રન્ટ્સની શોધમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ (DHS) ના સુરક્ષા અધિકારીઓએ ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. DHSના અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.

ગુરૂદ્વારામાં સર્ચ ઓપરેશનને લઇને કેટલાક શીખ સંગઠનો તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. શીખ સંગઠનોએ આ કાર્યવાહીને તેમની આસ્થાની પવિત્રતા માટે ખતરો ગણાવી છે. શીખ અલગતાવાદીઓ તેમજ કેટલાક બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.

ભારત સરકારે પ્રવાસીઓને આ સલાહ આપી
અમેરિકામાં ઇમિગ્રેશન નિયમોમાં અણધાર્યા ફેરફારોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પ્રવાસીઓને વધારાની સાવચેતી રાખવા વિનંતી કરી છે. સરકારે કહ્યું છે કે પ્રસ્થાન પહેલાં, મુસાફરોએ તેમના તમામ દસ્તાવેજો જેમ કે રિટર્ન ટિકિટ અને મુસાફરી યોજનાના પુરાવા લેવાની ખાતરી કરવી જોઈએ. પ્રવાસીઓને નવા ઈમિગ્રેશન નિયમો વિશે જાણવા માટે સત્તાવાર સરકારી વેબસાઈટ અને ટ્રાવેલ એજન્ટની સલાહ લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!