મોરબીમાં SMCનો સપાટો, ગોડાઉનમાંથી એક હજાર દારૂની પેટી ઝડપાઈ, 4ની ધરપકડ

મોરબી: મોરબીમાં ફરી એક વખત SMCએ દરોડા પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શનાળા ગામ પાસેના ગોડાઉનમાં ટ્રેલરમાંથી દારૂની એક હજાર પેટી ઝડપાઇ છે. દારૂનું કટિંગ થાય તે પહેલા જ દરોડા પાડ્યા હતા. મોરબીમાં અલગ-અલગ સ્થળે SMCએ કાર્યવાહી કરી છે.

મોરબીમાં SMCની મોટી કાર્યવાહી 

મોરબી નજીકના સનાળા ગામમાં SMCની ટીમે મોટી કાર્યવાહી કરતા આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાંથી 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે 17,514 દારૂની બોટલ કબજે કરી છે, જેની કિંમત 76.39 લાખ રૂપિયા છે.

ચાર આરોપીઓની ધરપકડ

PSI એ.વી પટેલની આગેવાની હેઠળ પાડવામાં આવેલા આ દરોડામાં ત્રણ વાહનો કિંમત રુપિયા 35 લાખ અને ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000 અને રોકડ રકમ 5,120 પણ જપ્ત કરવામાં આવી છે. ઘટના સ્થળ પરથી રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

કુલ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, દારૂના આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અશોક પુનારામ પુવાર છે. બીજી તરફ આ ગોડાઉન ભાડે રાખનાર સહિત અન્ય સાત આરોપીઓની તલાશ હાથ ધરવામાં આવી છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 11 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, SMCની ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં મોરબી જિલ્લામાં અનેક સફળ દરોડા પાડ્યા છે. તાજેતરમાં જ લાલપર અને લજાઈ વિસ્તારમાંથી પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

2 thoughts on “મોરબીમાં SMCનો સપાટો, ગોડાઉનમાંથી એક હજાર દારૂની પેટી ઝડપાઈ, 4ની ધરપકડ

  1. [762]Betbuzz লগইন এবং অ্যাপ ডাউনলোড – বিকাশ ক্যাসিনো ডিপোজিট,betbuzz লগইন করার নিয়ম জানুন এবং অ্যাপ ডাউনলোড করে অনলাইন স্লট গেম খেলার নিয়ম শিখে নিন। বিকাশ দিয়ে ক্যাসিনো ডিপোজিট করে আজই খেলা শুরু করুন। visit: betbuzz

  2. [8423]xskh – Link vào tải app và game bài đổi thưởng Momo,Truy cập xskh để trải nghiệm slot game nổ hũ uy tín và game bài đổi thưởng qua momo tiện lợi. Hướng dẫn cách chơi baccarat cho người mới chi tiết. Tham gia ngay! visit: xskh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!