અમદાવાદ: જોધપુરમાં 200થી વધુ શાકભાજીના ધંધાર્થીઓના 38 દિવસથી ધરણા

જોધપુર: અમદાવાના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 38 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 200 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર બચાવવા માટે સરકાર સહિત વહીવટી તંત્રને હાથ જોડી રહ્યા છે પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. આ ધરણા પાછળનું કારણ એ છે કે, જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ ઉંધી નાંખી અને ત્યારપછી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. તેથી આ ધંધાર્થીઓ છેલ્લા 38 દિવસથી ધરણા પર બેઠા છે.

જાણો સમગ્ર મામલો

અમદાવાદના જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ ઉંધી નાંખી અને ત્યારબાદ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. જોકે, આ શાકભાજીના ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં મસમોટુ ભાડુ વસૂલાતું હોવાથી તેમને પરવડે તેમ નથી અને ત્યાં કોઈ ગ્રાહક શાકભાજી ખરીદવા આવે એમ નથી.જેથી નજીકના વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવાની માગ કરાઈ છે. તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર અમને જગ્યા ફાળવવામાં આવી છે. 200થી વધુ લારી ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ શાકભાજીના ધંધાર્થીઓ મુખ્યમંત્રી, ધારાસભ્ય અને કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેમની કોઈએ રજૂઆત ન સાંભળી ત્યારે હવે તેમના ધરણાના 37 દિવસ પછી AMCનાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ લારીગલ્લના પાથરણાં સંઘને મળવાં જોધપુર પહોંચ્યા હતા. ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આ શાકભાજીના ધંધાર્થીએને સાંત્વના પાઠવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!