સાઉદી અરેબિયામાં મોટો માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: સાઉદી અરેબિયામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના મોત થઈ ગયા છે.

9 ભારતીયો સહિત કુલ 15 લોકોના મોત

પશ્ચિમ સાઉદી અરેબિયાના જીજાન નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં નવ ભારતીય નાગરિકોના મોત થયા હોવાનું જેદ્દાહ સ્થિત ભારતીય મિશન દ્વારા આજે જણાવવામાં આવ્યું છે. મિશને કહ્યું કે, અમે સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છીએ અને અધિકારીઓ તથા પરિવારોના સંપર્કમાં છીએ. એક અહેવાલ પ્રમાણે આ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત થયા છે જેમાં 9 ભારતીયો સામેલ છે. ભારતીય કોન્સ્યુલેટે X પર જણાવ્યું કે, અમે સાઉદી અરેબિયાના પશ્ચિમ ક્ષેત્રમાં જીજાન નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને અધિકારીઓ અને પરિવારોના સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. વધુ માહિતી માટે એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

વિદેશ મંત્રી જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે તેમણે જેદ્દામાં ભારતીય કોન્સ્યુલેટ સાથે વાત કરી છે અને ત્યાંના અધિકારીઓ પીડિતોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રીએ X પર પોસ્ટમાં કહ્યું કે, અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને મને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

હેલ્પલાઇન નંબરો

8002440003(Toll free)
0122614093
0126614276
0556122301(WhatsApp)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!