સુરત: ડાયમંડ સિટી સુરત હવે બોગસ ડોક્ટરોનું હબ બની ગયું છે. સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. કારણ કે, પોલીસની કાર્યવાહીમાં વારંવાર બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે. ત્યારે હવે વધુ ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા છે. ઈચ્છાપોર પોલીસે પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન પોલીસે દવા અને મેડિકલની સામગ્રી સહિત 13, 519 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરની ધરપકડ
તમને જણાવી દઈએ કે, ડો. રશેષ ગુજરાતી બોગસ ડિગ્રીઓ આપતો હતો. જેના આધારે અસંખ્ય હાટડીઓ ખોલીને ડોક્ટર સારવાર કરતાં હતાં. ત્યારે આ પ્રકારના ડોક્ટર પાંડેસરા-સચિન તરફ વધુ ઝડપાઈ છે. ત્યારે હવે હજીરામાંથી પશ્ચિમ બંગાળથી આવીને ભાડાની દુકાનમાં તબીબી ધંધો શરૂ કરનાર ત્રણ ઝોલા છાપ તબીબો પોલીસના હાથે ઝડપાયા છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ બોગસ ડોક્ટરોમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર , ગોવિંદા પ્રોભાત હાલદાર અને રમેશ નકુલ મંડલ સામેલ છે. ત્રણેય ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા હતા.
ડિગ્રી વગર કરી રહ્યા હતા સારવાર
આ ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વગર સારવાર કરી લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા હતા. જેમાં પોલીસે બોગસ ડોક્ટર આરોપીઓમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર, ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની ધરપકડ કરી છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઈચ્છાપોર પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ બોગસ ડોક્ટર કૌભાંડ મામલે તપાસમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનો ખુલાસો થયો હતો.
બોગસ ડોક્ટર કૌભાંડનો પર્દાફાશ
અગાઉ બોગસ ડોક્ટર કૌભાંડનો પર્દાફાશ થતાં સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા.