મહેસાણા:પાટણથી મુંબઈ જતી બસમાંથી 60 હજારનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

મહેસાણા: રાજધાની ટ્રાવેલ્સની પાટણથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ફતેપુરા બાયપાસ સર્કલ પાસે લક્ઝરી બસમાંથી રૂપિયા 60 હજારના શંકાસ્પદ ઘીના 50 ડબ્બાનો જથ્થો ઝડપાયો છે. મહેસાણા ડીવાયએસપીની ટીમે આ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘીનો જથ્થો કબજે કરી સેમ્પલ સહિતની વધુ કાર્યવાહી કરવા માટે ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફૂડ વિભાગે આ શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા.

ઘીના 50 જેટલા ડબ્બા મળી આવ્યા

સોમવારે પાટણથી મુંબઈ જઈ રહેલી રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં શંકાસ્પદ ઘી જઈ રહ્યું હોવાની મહેસાણા ડીવાયએસપી મિલાપ પટેલને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે ડીવાયએસપીની ટીમે મહેસાણા નજીક ઊંઝા હાઈવે સ્થિત ફતેપુરા સર્કલ ઉપર વોચ ગોઠવી લક્ઝરીને અટકાવી હતી. ત્યારબાદ પરિવહન કરી રહેલી લક્ઝરીની તલાસી લેતા સ્લીપિંગની 10 નંબરની સીટ નીચેથી જે એન ઘીવાલા બ્રાન્ડના ઘીના 50 જેટલા ડબ્બા મળી આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી મુસાફરો સાથેની લક્ઝરીને રવાના કરી હતી.

60,000ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કર્યો

મહેસાણા તાલુકા પોલીસ મથકની ટીમે અંદાજે રૂપિયા 60,000ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી ફૂડ વિભાગને સેમ્પલ સહિતની વધુ કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *