ગુજરાતમાં વધુ એક પોન્ઝી કૌભાંડ, ઊંચું વળતરની લાલચ આપી કંપનીએ કરોડોનો ચૂનો ચૂપડ્યો

  • કંપનીમાં 1500થી વધુ એજન્ટો ફસાયા, સૌથી વધુ રોકાણ જામનગરના લોકોનું
  • સૌરાષ્ટ્રના એજન્ટોના અમદાવાદની ઓફિસમાં ધામા, છ વર્ષે રૂપિયા બમણા આપવાની લોભામણી જાહેરાત

બી.ઝેડ.ના ચકચારી મહાકૌભાંડના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા છે. આ કૌભાંડમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા. આવું જ એક કૌભાંડ સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યું છે. જામનગરમાં ઉંચા વળતરની લાલચમાં હજારો રોકાણકારોએ કરોડો ગુમાવ્યા છે.

રાજ્યમાં વધુ એક ખાનગી કંપનીમાં નાણા રોકાણનાની લાલચે ચીટીંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો.ઓ.સોસાયટી લી. (unique swayam multi state multipurpose cooperative society)માં ઊંચા વળતરની લાલચે રોકાણ કરવાની લોભામણી સ્કીમમાં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક લોકોએ કરોડો ગુમાવ્યા છે. કંપનીની મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે. કંપનીનું નેટવર્ક સમગ્ર 02દેશ ભરમાં છે, અને 95થી વધુ બ્રાન્ચ આવેલી છે.

કંપનીના મુખ્ય હોદ્દેદારોએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લેતાં રોકાણકારો તેમજ 1500થી વધુ એજન્ટો ફસાયા છે. કંપનીમાં સૌથી વધુ રોકાણકારો જામનગર પંથકના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે.

2016માં કંપની શરૂ થઈ હતી. કંપનીમાં નાણાનું રોકાણ કરનારને એક મહિને, બે મહિને, વર્ષે, એમ અલગ અલગ સમયે ઊંચી ટકાવારી પ્રમાણે કમિશન અપાતું હતું, જેથી વધુ અનેક વધુ રોકાણકારો તેમાં આકર્ષાયા હતા, અને પોતાની મોટી રકમ આ પેઢીમાં જમા કરાઈ હતી, અને એજન્ટો મારફે તે તમામને પોલીસીઓ પણ અપાઇ હતી. જેની પાકતી પુરી થઈ ગઈ હોવા છતાં હાલમાં કંપનીએ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા હતા.

રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા અમદાવાદની મુખ્ય કચેરીએ અનેક વખત ઉઘરાણી માટે ધક્કા ખાધા, પરંતુ ટૂંક સમયમાં નાણાં પરત મળી જશે, તેવી હૈયાધારણાં અપાતી હતી. જેમાં કેટલાક રોકાણકારોની ધીરજ ખૂટી જતાં જામનગરમાં વસવાટ કરતા એજન્ટોના ઘેર અથવા તો નોકરી-ધંધાના સ્થળે રોકાણકારોએ પહોંચી જઈ રિકવરી માટે મારામારી, ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, તો કેટલાય એજન્ટોના મોબાઈલ ફોન, વાહન તથા અન્ય ચીજ વસ્તુઓ છીનવી લેવા ના પણ કિસ્સા બન્યા છે.

કેટલાક એજન્ટો સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. સમગ્ર મામલામાં રોકાણકારો ને પોતાના પૈસા મળ્યા ન હોવાથી હાલમાં જામનગરના 50થી વધુ એજન્ટોએ અમદાવાદની ઓફિસમાં ધામાં નાખ્યા છે, અને કંપનીના મુખ્ય સંચાલકો પાસેથી પૈસા મેળવવા માટે ના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.

One thought on “ગુજરાતમાં વધુ એક પોન્ઝી કૌભાંડ, ઊંચું વળતરની લાલચ આપી કંપનીએ કરોડોનો ચૂનો ચૂપડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *