ભારતમાં HMPV વાઇરસનો પ્રથમ કેસ મળ્યો, બેંગલુરૂમાં 8 મહિનાની બાળકી સંક્રમિત

India HMPV virus First case detected in Bengaluru hospital

ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં પ્રથમ કેસ મળ્યો
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં વાઈરસ ડિટેક્ટ થયો

ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસ (એચએમપીવી ) ફાટી નીકળવાના કારણે વૈશ્વિક સ્તરે આરોગ્યની ચિંતાઓ વધી છે, જેમાં કોવિડ–19 જેવા લૂ જેવા લક્ષણો છે. આ નવા વાઈરસનો પહેલો કેસ ભારતમાં નોંધાયો છે. બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં આ વાઈરસ ડિટેક્ટ થયો છે. ચીનમાં 2024માં એચએમપીવી સંક્રમણના 327 કેસ નોંધાયા હતા, જે 2023ના 225 કેસ કરતાં 45 ટકા વધુ છે.

સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે ‘અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ નથી કર્યો. એક ખાનગી હોસ્પિટલમાં આ વાઈરસના કેસની પુષ્ટી થઈ છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ શંકા કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાઈરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.’

આ વાઈરસના લક્ષણો શું છે?
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

આ માત્ર શિયાળામાં થનારી બીમારી છેઃ ચીન
ચીને કહ્યું કે આ માત્ર શિયાળામાં થનારી બીમારી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળા દરમિયાન શ્વસન સંબંધી રોગોના કેસ ઓછા ગંભીર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશીઓ માટે ચીનની યાત્રા કરવી સલામત છે. મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય શ્વસન રોગોના ફેલાવા અંગેના પ્રશ્નના જવાબમાં પત્રકારોને જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં શ્વસન સંબંધિત ચેપ તેની ટોચ પર હોય છે.

સોશિયલ મીડિયા પર ચીનની હોસ્પિટલની તસવીરો વાયરલ
ચીનની હોસ્પિટલોમાં માસ્ક પહેરેલા લોકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે પાંચ વર્ષ પહેલાં કોવિડ ફાટી નીકળવાની યાદોને તાજી કરે છે. કોવિડની જેમ, એચએમપીવીના ફાટી નીકળવાથી પણ સંભવિત વૈશ્વિક રોગચાળાની ચિંતા વધી છે. ચીને આવી ચિંતાઓને દૂર કરવા માટે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડું છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે કહ્યું કે શિયાળામાં શ્વસન ચેપનો ફેલાવો સામાન્ય છે અને ચીનમાં મુસાફરી કરવી સલામત છે.

એચએમપીવી પર WHOનું કોઇ સત્તાવાર નિવેદન નહીં
વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજુ સુધી એચએમપીવી ફાટી નીકળવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડું નથી, ન તો ચીન અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા કોઈ કટોકટી જાહેર કરવામાં આવી છે. ચીનના પાડોશી દેશો આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. એચએમપીવીના કેટલાક કેસ હોંગકોંગમાં પણ નોંધાયા છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!