સિધ્ધપુર GIDCમાં પકડાયેલ ઘીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, FSLમા મોકલેલ ઘી ના સેમ્પલ ફેલ થયા છે. આરોગ્ય વિભાગે 4 મહિના પહેલા ઘીના નમૂના લીધા હતા જે હવે ફેલ આવ્યા છે. લોકોએ ઘી આરોગ્યા બાદ 4 મહિના પછી નમૂના ફેલ આવ્યા છે.
સિદ્ધપુર જીઆઇડીસીમાં ડેરીવાલા ફાર્મ નામની ઘી બનાવવાની ફેક્ટરી આવેલી છે. તેમાં શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની સિદ્ધપુર પોલીસને બાતમી મળતાં ચાર મહિના પહેલા પોલીસે પાટણ ફૂડ વિભાગને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ અને પાટણ ફૂડ વિભાગના ડેઝિકનેટેડ ઓફિસર આર.આઈ.ગઢવી, અને ફૂડ સેફ્ટી ઓફિસર એચ.બી.ગુર્જર તેમજ યુ.એચ.રાવલે બાતમી આધારે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ઘીની ફેક્ટરીમાં બપોરે 2:00ના અરસામાં રેડ કરતાં ઘીનો મોટો જથ્થો મળ્યો હતો. જેમાં લેબલ વગરના ઘી ભરેલાં ડબ્બા તેમજ એક બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા પણ મળી આવ્યા હતા. તેમાંથી ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના ચાર સેમ્પલ લીધા હતા. જે પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગે ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટમાંથી લીધા હતા ઘીના નમૂના તો 4 મહિના પહેલા આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ આવ્યા છે. લોકોએ ઘી આરોગ્યા બાદ 4 મહિના પછી નમૂના ફેલ આવ્યા છે, ઘીમાંથી વેજીટેબલ ઓઈલની ભેળસેળ મળી આવી હતી અને રિપોર્ટ ફેલ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે.
જણાવી દઇે કે ફેક્ટરીમાંથી રૂ.16,52,400નો શંકાસ્પદ ઘીનો જથ્થો સિઝ કર્યો હતો. જેમાં લેબલ વગરના 15 કિલો ઘીના 150 ડબ્બા, પાંચ કિલો ગાયના ઘીના જૈનમ બ્રાન્ડના 32 ડબ્બા, એક લીટર ઘીની જૈનમ બ્રાન્ડની 75 બરણી ભરેલા પાંચ બોક્સ અને લેબલ વગરની 15 કિલો ઘીની પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલા 202 બોક્સનો જથ્થો ફૂડ વિભાગે સિઝ કર્યો હતો. આ ફેક્ટરીનું સંચાલન વડગામ તાલુકાના મેતા ગામના મંજૂર અહેમદગુલામહુસેન ભોરણીયા થઈ રહ્યું હતું. રાત્રે 9:45 સુધી તંત્રની કાર્યવાહી ચાલી રહી હતી. તેવું પાટણ ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
4 માસ અગાઉ 16.50 લાખની કિંમતનો 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો. ચાર મહિના બાદ આ ઘી ના નમૂના ફેલ આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં હજારો લોકો આ ઘીને આરોગી ગયા હશે. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે.
કંઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે. ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.