ચીનમાં કોરોના જેવો નવો વાઇરસ ફેલાયો, નાનાં બાળકોને સૌથી વધુ અસર

China faces Covid like scare again All you should know about HMPV

કોવિડ-19નાં 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ ફેલાઈ રહ્યો છે. આ વાઇરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ(HMPV) છે જે એક RNA વાઇરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે.

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી ભૂલાશે નહીં. કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાઈરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર નવો વાઇરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ(HMPV) છે જે એક RNA વાઇરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના CDCના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી દર્દીઓની તસવીરો અનુસાર ચીનમાં વાઇરસ ફેલાયા બાદ સરકારે અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *