અમદાવાદના ચાંગોદરમાંથી ભેળસેળ-નકલી દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી ઘી, નકલી સિમેન્ટનો પર્દાફાશ થયો છે ત્યારે હવે અમદાવાદના ચાંગોદરમાંથી ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડેક્ટના નામે ભેળસેળ-નકલી એલોપેથીક દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે.

ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની ભેળસેળ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડી ને આશરે 31 લાખ રૂપિયાનો ભેળસેળ વાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ અને સેન્ટ્રલ ડ્રગ્સ ઈન્સ્પેક્ટરોએ જોઈનહબ ફાર્મા એલએલપીના મુખ્ય ભાગીદાર અહેમદ અબ્બાસબાલોસપુરા, અબ્બાસઅલી બાલોસપુરા, સંકેત શાહ પેઢીમાં ખરીદી સંભાળતા ભાવેશ પટેલ, નઝર મોહમ્મદ સાઉદીની પૂછપરછ કરીને તેઓની અમદાવાદ ખાતેની મોન્ડિલ ઓફિસ તેમજ ચાંગોદર ખાતેના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીઓ ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ આચરતા હતા.

જેમાં wholeshield Refire Cap, તેમજ Demex (vitamin-d3) ના નમુના દ્વારા લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. કુલ 11 લાખ કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી જપ્ત કરાયો છે. કરાયો છે. આ ઉપરાંત તેમના ન્યુટ્રાસ્યુટીકલ્સ લાયસમ્સ હેઠળ બનાવી તેમાં કામોત્તેજક ઘટક Sildenafil Citrateનો પાઉડર ઉમેરી એક્ષ્પોર્ટ કરતાં હતા.

એરોન લાઇફ સાયન્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર્સ કશ્યપ પી. પટેલ, ધવલ સાવલિયા, રાજદીપ સેલડિયા, હાદીક ભેસાણિયા, હર્ષીલ બારોટ અને પ્રિયંકા સાવલિયા સામે ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરાશે.

પ્રોડકશન સ્થળ પરથી દવાના નમુના લઈ અને ચકાસણી માટે મોકલાયા છે. આ જગ્યાએથી દવાઓ, રોમટીરીયલ, મશીનર ખાલી કન્ટેનર, ખાલી કેપ્સુલ અને પેકિંગ મટીરિયલ થઈ આશરે રૂપિયા 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *