ગોધરા પોલીસનું મસમોટું કૌભાંડ; ટ્રાફિક શાખાના મહિલા ASI સહિત 7 સામે ગુનો દાખલ, જાણો શું કર્યું હતું કારસ્તા?

પંચમહાલના ગોધરા શહેરની ટ્રાફિક શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. અંદાજે ₹6.49 લાખની સરકારી રકમની હેરાફેરી મામલે ASI સમરથબેન નાઈ અને જી.આર.ડી. વિજય ડામોર સહિત કુલ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓએ TRB જવાનોના નામે ખોટી નોંધણી કરી હતી અને પોતાના જ પરિવારજનોના નામે બિલો બનાવી સરકારી રકમ હડપ કરી હતી. ખોટા નામે એન્ટ્રીઓ પાડીને આચરેલા આ ગુનાહિત વિશ્વાસઘાત મામલે પોલીસ દ્વારા કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓએ TRB જવાનોના નામે ખોટી નોંધણી કરી હતી અને પોતાના જ પરિવારજનોના નામે બિલો બનાવી સરકારી રકમ હડપ કરી હતી.

ખોટા નામે એન્ટ્રીઓ પાડીને આચરેલા આ ગુનાહિત વિશ્વાસઘાત મામલે પોલીસ દ્વારા કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!