અમદાવાદ: અમદાવાદમાં વિવિધ શાળાઓમાં એન્યુઅલ ફંકશન આયોજિત કરવામાં આવતો હોય છે ત્યારે અમદાવાદમાં આવેલ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત AG પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે ટાગોર હોલ ખાતે સ્ટેજ પરફોર્મમન્સ કરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ મહાભારત, ગીતાના શ્લોક ઉપરાંત દેશ ભક્તિના ગીત ઉપર પરફોર્મ કર્યું હતું.
વિદ્યાર્થીઓના આંતરિક વિકાસ માટે સ્ટેજ પરફોર્મન્સ ખૂબ જરૂરી
વિદ્યાર્થીઓના આંતરિક વિકાસ તેમજ તેનો આત્મવિશ્વાસ વધારવા માટે સ્ટેજ પરફોર્મન્સ ખૂબ જરૂરી હોય છે, AG પ્રાઈમરીનાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ટાગોર હોલ ખાતે એન્યુઅલ ફંકશનમાં વિવિધ દેશભક્તિ ગીતો તથા અન્ય ગીત ઉપર પફોર્મ કર્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના DEO પણ હાજર રહ્યા હતા.
બાળકો પોતાની અંદર દેશભક્તિનો જુસ્સો વધારી શકે
શાળામાં બાળકોની મહત્વકાંક્ષા વધારવા માટે શાળા દ્વારા કરવામાં આવતા આ એન્યુઅલ ફંકશન ખૂબ જ જરૂરી છે આવા એન્યુઅલ ફંકશનથી બાળકમાં રહેલી આંતરિક ખૂબી અને સ્ટેજ ફોબિયા બહાર નીકળી શકે છે. બીજી તરફ દેશભક્તિના ગીતો બાળકના મનોપટ ઉપર આપણા દેશના જવાનો માટેની તેમનો દ્રષ્ટિકોણ બદલી શકે છે અને પોતાની અંદર દેશભક્તિનો જુસ્સો વધારી શકે છે.
શાળાઓએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ
શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ આ પફોમન્સને લઈને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ અમદાવાદના DEOએ પણ કહ્યું કે, આવા કાર્યક્રમો બાળકો માટે ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બની રહે છે તેથી તમામ શાળાઓએ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ.