અમદાવાદમાં 20 લાખની લૂંટની ઘટના બની, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો

અમદાવાદ: રાજ્યમાં અવારનવાર લૂંટની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે અમદાવામાં ફરી એક વખત લૂંટની ઘટના ઘટી છે. અમદાવાદમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તેમ છતાં ગુનેગારો બેફામ બન્યા છે. અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ધારા આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. આ લૂંટની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એક્ટિવા પર આવેલા બે શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ગાડી પગ પર ચઢાવી દીધી હોવાનું કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કર્યો ત્યાં સુધીમાં તેના સાગરિતો ત્યા પહોંચી ગયા અને તેઓએ લૂંટ ચલાવી હતી. હવે આ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પહેલા પગ ઉપર ગાડી ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો

સી.જી.રોડ સુપર મોલ ખાતે આવેલ ધારા આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઇને નીકળેલા આંગડિયા પેઢીના કર્મચારીને સહજાનંદ કોલેજ ચાર રસ્તા પર એક્ટિવા પર આવેલા બે શખ્સોએ રોક્યા હતા. આ દરમિયાન કાર ચાલકને તમે મારા પગ ઉપર ગાડી ચઢાવી દીધી છે તેમ કહીને ઝઘડો કર્યો હતો.

કારનો કાચ તોડી નાખી પૈસાની બેગ લઈને ભાગી ગયા

આ દરમિયાન એક્ટિવા પર આવેલા અન્ય બે અજાણ્યા શખ્સોએ કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો તોડીને કારમાં રહેલી પૈસાની બેગ કાઢીને ભાગી ગયા હતા. આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!