સુરતમાં છેડતીના આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢયું છે, આરોપી નઈમુદ્દીનનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. અને પોલીસે સરેજાહેર બજારમાં માફી મંગાવી છે, 5 છોકરીને અડપલાં કર્યાની આરોપી કબૂલાત કરી છે, તો 700થી વધુ CCTVની તપાસ બાદ આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસની 5 જેટલી ટીમો શોધખોળમાં લાગી હતી અને આરોપીને ઝડપી પાડયો છે.
સુરત શહેરમાં ગત 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખસે સોસાયટીમાં ઘૂસીને પાંચ ફૂટના અંતરે ત્રણ છોકરીઓની છેડતી કરી હતી. જે ઘટનાના 10 ડિસેમ્બરે CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જો કે, ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે.
આરોપી નઈમુદ્દીનનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે. સરેજાહેર બજારમાં જાહેરમાં આરોપીની માફી મંગાવવામાં આવી છે, આરોપી ચાલી પણ શકતો નથી તેવા હાલ પોલીસે કર્યા છે અને લોકોએ જાહેરમાં પોલીસના વખાણ કર્યા છે.ગઈકાલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આજે પોલીસે તેનો વરઘોડો કાઢયો છે. પોલીસનો દંડો એવો ચાલ્યો કે અન્ય આરોપીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
સાબ શાદી ઔર બજારમેં લડકી દેખતા હું તો પાગલ હો જાતા હું
નઈમુદ્દીને પોલીસને કહ્યું કે તે પહેલા ભાઠેનામાં શાક બજારમાં ગયો હતો. ત્યારબાદ તે અમીન સોસાયટીમાં લગ્નના પ્રસંગમા ગયો હતો. તે લગ્ન પ્રસંગમા છોકરીઓને જોઇને ઉત્તેજીત થઇ ગયો હતો. તેથી તેનો કાબૂ નહીં રહેતા તેણે કિશોરીઓને પકડી લીધી હતી. દરમિયાન પોતે જ્યારે પણ બજારમાં કે લગ્નમાં જાય છે ત્યારે તેની માનસિક વિકૃતિ કાબૂ બહાર જતી હોવાની વાત તેણે પોલીસ સમક્ષ કરી હતી. નેમુદીને પોલીસને નફફટાઇથી કહ્યું ”સાબ શાદી ઔર બજારમેં લડકી દેખતા હું તો પાગલ હો જાતા હું”
CCTVની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથધરી હતી. 60થી વધુ પોલીસકર્મીઓની બનાવી હતી. ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને અમે 700થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ત્યાર બાદ આરોપીની ધરપકડ થઈ. અમે આરોપીથી 24 કલાક પાછળ હતા. પરંતુ અમે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથધરી હતી.