લ્યો બોલો, ગુજરાતમાં આવું પણ થાય! પાટણમાં ખાનગી યુનિવર્સિટી માત્ર કાગળ પર, સ્ટાફ કે વિદ્યાર્થીઓ કંઇ જ નહીં

ગુજરાતમાં શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેન્દ્ર સરકાર, યુજીસી ઉપરાંત રાજ્ય સરકારે જે પાટણની એમ. કે. યુનિવર્સિટીને મંજૂરી આપી છે તેનું આજે ખેતરમાં અસ્તિત્વ છે. એટલુ જ નહીં, યુનિવર્સિટીએ જે બિલ્ડીંગ દર્શાવ્યુ છે તે ખેતપેદાશનું ગોડાઉન છે. ગુજરાત વિધાનસભાએ જાહેરનામું બહાર પાડ્યુ હતું તે એમ.કે. યુનિવર્સિટી માત્રને માત્ર કાગળ પર ચાલી રહી છે.

ગુજરાતમાં ડમીકાંડ, બોગસ કોલેજ બાદ હવે ભૂતિયા યુનિવર્સિટી ઝડપાઇ છે. પાટણમાં ખાનગી યુનિવર્સિટીની એમ. કે. યુનિવર્સિટી માત્ર કાગળ પર ચાલી રહી છે. આ બઘુય યુજીસીના નિયમો-શરતોને આધિન નથી.

પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે આ મામલે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી કે, એમ.કે.યુનિવર્સિટીનો સોદો કરી દેવાયો છે. રાજસ્થાનની સનરાઇઝ યુનિવર્સિટીના માલિક જીતેન્દ્ર યાદવને આ ખાનગી યુનિવર્સિટી વેચી દેવામાં આવી છે.

જીતેન્દ્ર યાદવ નકલી ડીગ્રીના કૌભાંડમાં હાલ રાજસ્થાની જેલમાં છે. આ ઉપરાંત હાલ માતરવાડીમાં એમ.કે.યુનિવર્સિટીની બિલ્ડીંગ દર્શાવાઇ છે જ્યાં એકેય વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી.

અઘ્યાપક સહિત અન્ય કોઇ સ્ટાફ સુઘ્ધાં નથી. આમ, ખાનગી યુનિવર્સિટી માત્રને માત્ર કાગળ પર ધમધમી રહી છે. આ સમગ્ર મામલે સીઆઇડી ક્રાઇમની તપાસ કરાવવા શિક્ષણમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!