સુરત શહેરમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યા કરીને લાકડાની પેટીમાં પુરીને સિમેન્ટથી પેક કરી દીધી હતી. જોકે, એક ચિઠ્ઠીના કારણે સમગ્ર હત્યાનો ભાંડો ફૂટ્યોહતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા વિશાલ સાલવીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કરી નાંખી હોવાનું જણાવીને ફરાર થઈ ગયો છે. પતિએ પુરાવાનો નાશ કરવા માટે પત્નીના મૃતદેહને લાકડાની પેટીમાં છૂપાવી ઉપર સિમેન્ટ નાંખી દીધો હોવાનું સામે આવ્યું છે.
આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રને આ અંગેની ચિઠ્ઠી મોકલીને ગુનાની કબૂલાત કરીને ઘરેથી જતો રહ્યો હતો. જોકે, ગોડાદરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી વિશાલ સાલવીની ધરપકડ કરી લીધી છે.
આ અંગે ડીસીપી કાનન દેસાઈએ માહિતી આપતા જણાવ્યું છે કે, 40 વર્ષના વિશાલ રણછોડભાઈ સાલવીએ બે દિવસ પહેલા ગોડાદરા પોલીસ સ્ટેશન આવ્યા હતા.
તેમણે પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, ચારેક દિવસ પહેલા તે પોતાના અન્ય ઘરમાંથી પોતાની પત્નીને લઈને ટુ વ્હીલર પર નીકળ્યા હતા.
શિલ્પાના 13 વર્ષના પુત્રના મોબાઈલથી એક ચિઠ્ઠીનો ફોટો આવ્યો હતો. જેમાં પતિ વિશાલ સાલવીએ લખ્યું હતું કે, ‘રોજબરોજના ઝઘડાથી કંટાળીને હું આ ગુનો કરવા મજબૂર થયો છું. 20મી એપ્રિલે મેં આ કૃત્ય કર્યું છે અને તેના માટે હું પોતે જ જવાબદાર છું. શિલ્પાનો મૃતદેહ સહારા દરવાજા કાગજીની ચાલ પાછળના મારા જૂના પતરાવાળા મકાનમાં પહેલા માળે તાળું મારેલું છે ત્યાં છે.’
માહિતી એવી પણ મળી રહી છે કે, શિલ્પા ક્લિનિકલ ડાયટિશિયન છે. તે અવારનવાર સોશિયલ મીડિયામાં આ અંગેના વીડિયો મુકતી હતી. સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, શિલ્પાના અન્ય સાથેના સંબંધને કારણે પતિ વિશાલે તેની હત્યા કરી નાંખી છે.
જે બાદ તેમને એક જગ્યાએ ઉતાર્યા હતા. જે બાદ તેઓ મિસિંગ છે. આ અંગે અમારી ટીમ કામ કરતી હતી. આ દરમિયાન વિશાલ સાલવી એક ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી જાય છે. પોલીસને તેમના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળી છે કે મારી ભૂલ થઈ ગઈ છે.
વિશાલે 20 એપ્રિલે શિલ્પાને સહારા દરવાજા ખાતે ઉતાર્યા બાદ પરત ઘરે આવી નથી તેવો જવાબ સસરાને આપ્યો હતો. આ બાદ 24 એપ્રિલના રોજ પ્રદીપભાઈ પરિજનો સાથે સુરત આવ્યા હતા અને દીકરીના ગુમ થયાની ગોડાદરા પોલીસમાં ફરિયાદ કરી હતી.