અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારુ છૂટથી મળી રહ્યો છે. પોલીસની કહેવાતી ખાનગી પરમિશન હેઠળ બુટલેગરો ફાટીને ધૂમાળે ગયા છે. કહેવાતા વહીવટદાર ક્યા પ્રકારનો પોલીસનો વહીવટ કરે છે તે પણ તપાસનો વિષય છે. જો કે આ અહેવાલ બાદ પણ ઘરના ભુવાને ઘરના ડાકલા એટલે કે કુલડીમાં જ ગોળ ભાંગવામાં આવશે તે વસ્તુ ચોક્કસ છે.
ક્યારેય ખતમ ના થાય તેવી વહીવટદાર પ્રથાથી સંત્રીથી લઈને મંત્રી સુધીના સૌ કોઈ વાકેફ છે. મોટાભાગના IPS અધિકારીઓથી લઈને PI કક્ષાના અધિકારીઓ વહીવટદાર રાખતા હોય છે. જ્યારે જ્યારે પોલીસ અધિકારીઓની બદલી થાય છે ત્યારે વહીવટદારો વચ્ચે લાખો-કરોડોનો વહીવટ મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. અમદાવાદ શહેર પોલીસમાં વહીવટદારો વચ્ચે થયેલી લડાઈ અને બુટલેગરોના માણસો દ્વારા કરાયેલો હુમલો ભારે ચર્ચામાં છે. જો કે, આ મામલે “તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ” જેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ ગુજરાતમાં દારૂબંધી કરવા સખત ઓર્ડર આપેલા છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું દૂષણ ફૂલ્યું ફાલ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની ઠેર ઠેર હાટડીઓ ચાલે છે તેમજ વિદેશી દારૂનું પણ છૂટથી વેચાણ થાય છે. બૂટલેગરો એટલા માથાભારે હોય છે કે કોઇ તેમની સામે અવાજ પણ ના ઉઠાવી શકે. શાહપુરમાં અને સારી સાખ ધરાવતા ધારાસભ્ય કૌશિક જૈનના વિસ્તારમાં જ લાલો તેનો લાલ રંગ વેચતો હોય છે.
નામાંકિત એજન્સી દ્વારા થોડા દિવસ પહેલા 240 ત્યાર બાદ 15 પેટી દારુ પકડ્યો હતો. પણ એ સમજાતું નથી કે શાહપુર સ્થાનિક પોલીસ અને વહીવટદાર જયપાલ ઠંડીના ચમકારો ગયા બાદ ઊંઘતા હતા કે પછી એજન્સી સાથે ક્યાંક ગોઠવણ થઇ ગઇ? શું વહીવટદાર જયપાલની નોકરી ખરેખર શાહપુર પોલીસ સ્ટેશનમાં છે ખરી? ધર્મ ચોકમાં થોડા દિવસ પહેલા જ એક દારૂની ફેક્ટરી પડકી હતી. જે રિકી બાબુલાલ ભવર લાલ બચેલા (જૈન)ની હતી. આ કેસમાં જેમાં કોને મસ મોટો વહીવટ કર્યો તે તપાસનો વિષય છે.
શું સારી છબી ધરાવતા શાહપુરના ધારાસભ્યના વિસ્તારમાં લાલાનો રંગ ઉતરશે કે નહીં. સ્થાનિક પોલીસ કામ કરશે કે પછી એજન્સી એ જ કામ કરવું પડશે. તે જોવું રહ્યું… હજુ વધુ પોલ ખુલશે આવતા અંકમાં……
I’ve tried a few platforms lately but this one really stands out. The interface is smooth and the payouts are surprisingly fast. Definitely worth checking out phjljl789
Fast deposits and even faster withdrawals. This is exactly what I was looking for. Big thanks to vn68win1com for the great service.